- Assembly Elections 2023
- 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ કેટલામાં જીતી શકશે? સરવે શું કહે છે જાણો
5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ કેટલામાં જીતી શકશે? સરવે શું કહે છે જાણો
દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે અનેક એજન્સીઓ અને રાજકારણના જાણકારો સરવે દ્રારા માહિતી આપી રહ્યા છે કે કયા રાજ્યોમાં કઇ પાર્ટીનો ઝોક જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજસ્થાન, તેલગાંણા, છત્તીસગઢ, મિઝોરમ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેલગાંણામાં બીઆરએસની સરકાર છે, પરંતુ ત્યાં આ વખતે કોંગ્રેસનું જોર વધી રહ્યું છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે. અહીં કોગ્રેસનું જોર વધારે છે. રાજસ્થાનમાં વર્ષોથી એવો ટ્રેન્ડ છે કે દર 5 વર્ષે મતદારો સરકાર બદલી નાંખે છે. અત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે એટલે ભાજપ ગેલમાં છે અને અહીં ભાજપનું હાથ ઉપર દેખાઇ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર રહેશે. 10-15 સીટો વચ્ચે ફરક આવી શકે. ભાજપના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે વધારે નારાજગી છે અને PM મોદી તાજેતરની રેલીમાં એક પણ વખત શિવરાજનું નામ નહોતા બોલ્યા. તેમણે લોકોને કહ્યું હતું કે મને જોઇને વોટ આપજો.
મિઝોરમ નાનું રાજ્ય છે અને અહીં એન્ટી મિઝો નેશનલનું શાસન છે, પરંતુ આ વખતે 6 પ્રાદેશિક પક્ષોએ ભેગા થઇને નવી પાર્ટી બનાવી છે ઝોરમ પીપલ્સ પાર્ટી, તેને કારણે મિઝોરમમાં ત્રિશંકુ સરકાર બનવાની શકયતા જોવા મળી રહી છે.

