વાસ્તુશાસ્ત્ર અંગે સેમિનાર યોજાયો

PC: Khabarchhe.com

સુરત શહેરના વરાછા ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં નવોદય ટ્રસ્ટની સ્થાપક નુરીકુંવર દ્વારા સુરત શહેરના લોકો માટે જ્યોતિષ વિદ્યા અને વાસ્તુશાસ્ત્રની યોગ્ય માહિતી લોકોને મળી રહે તે માટે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર વરાછા રોડ ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયું હતું જેમાં 1200થી વધુ પ્રેક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પિતૃ મંદિર ટ્રસ્ટ પ્રમુખ શાસ્ત્રીજી મહેશ ગોંડલીયાએ વાસ્તુ એટલે શું એ બાબતે ઊંડાણપૂર્વકની માહિતી હાજર લોકોને આપી હતી.

કાર્યક્રમના મુખ્ય વક્તા મહેશ ગોંડલીયાનો સુરત શહેરમાં આ પ્રથમ આટલા મોટા પાયેનો આયોજન થયા હતા. મહેશભાઈ અત્યાર સુધીમાં 49 દેશોમાં પોતાની સેવા આપી ચૂક્યા છે જેમાં પાકિસ્તાનમાં પણ વાસ્તુને લઈને મહત્વની માહિતી આપી હતી. આ કાર્યક્રમ બાબતે વધુ માહિતી મહેશભાઈ ગોંડલીયા એ કહી હતી કે, આવા કાર્યક્રમ કિન્નરો દ્વારા કરવામાં આવ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય વાત છે પરંતુ આવા કાર્યક્રમ સમાજના મોભીઓ દ્વારા કરવામાં આવે તો વધુ સરળ રીતે વાસ્તુને લઈને માહિતી પછડી શકે છે વાસ્તુશાસ્ત્રની યોગ્ય માહિતી એજ્યુકેશનમાં લાવવા માટે અમારા ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે હું ઈચ્છું છું કે દરેક ઘરમાં વાસ્તુ અને જ્યોતિષની તમામ માહિતી હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp