અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતની બેઠક મળશે, આ છે એજન્ડા

PC: Khabarchhe.com

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારીણી બેઠકનું આયોજન કરાયું છે. પ્રદેશ કાર્યકારિણી બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદગુરુ કૈવલ જ્ઞાનપીઠાધીશ સપ્તમ કુબેરાચાર્ય પ.પૂ. અવિચાલદેવાચાર્ય મહારાજ અને રાષ્ટ્રીય મહામંત્રી પ.પૂ. મહામંડલેશ્વર જિતેંદ્રાનંદ મહારાજ (વારાણસી)ની હાજરી રહેશે.

વર્તમાન સમયમાં ગુજરાતમાં હિન્દુ જાગરણ અને સંગઠનને ગતિશીલ બનાવવા માટે બેઠકનું આયોજન કરાયું છે. જેથી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના બધા જિલ્લાના પદાધિકારી સંત અને હિન્દુ ધર્મ સેનાના બધા જિલ્લાના પ્રમુખ અને મહામંત્રીની હાજરી અનિવાર્ય છે. આ બેઠકનું આયોજન તારીખ 7 ઓક્ટોબર, શનિવારે, સવારે 10 કલાકેથી બપોરે 1 વાગ્યા સુધી છે. રામજી મંદિર, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp