- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 01-03-2023
દિવસ: બુધવાર
મેષ: આપના જીવનમાં મોટા ફેરફારો સર્જાય, કાર્યશૈલીમાં સુધારો જણાય, દરેક સપના પૂર્ણ થતા હોય તેમ દેખાય.
વૃષભ: આ રાશિના જાતકો ધાર્મિક પ્રવૃત્તિ તરફ વળે, કોઇ યાત્રા એ જવાના યોગ સર્જાય, નવીન તકો ઉભી થશે.
મિથુન: દરેક સંકલ્પો પૂર્ણ થતા જણાય, કાર્ય સિદ્ધિ જણાય, શેર-સટ્ટામાં લાભ થાય, અકસ્માતથી સાચવવું.
કર્ક: વાદ-વિવાદથી દૂર રહેવું, સ્વાસ્થ્યની દૃષ્ટિએ તબિયત સારી રહે, ધારેલા પરિણામ મહેનતથી સફળ કરી શકો.
સિંહ: જીવનના તમામ સપના સાકાર થતા જણાય, કોઇ દેવા ઋણમાંથી મુક્તિ મળે, ખર્ચ કરવામાં સાવધ રહેવું.
કન્યા: દરેક વ્યક્તિને સાથે લઇને ચાલવું તો દરેક કાર્યમાં સિદ્ધિ મળે, કાર્ય અવરોધ વગર પૂર્ણ થાય, સ્વાસ્થ્ય સાચવવું.
તુલા: મકાન-અથવા વાહન ખરીદવાના યોગો બને છે, તમારા કાર્યો થતા જણાય, સ્વાસ્થ્ય અંગે થોડી તકલીફો રહે.
વૃશ્વિક: દરેક કાર્ય નવીન રીતે કરવા માટે પ્રેરાવ, યોગ્ય દીશા મળતા સફળતાનો અનુભવ કરશો.
ધન: કૌટુંબિક શાંતિનો અનુભવ થાય, આધ્યાત્મિકતા તરફ વળવાનો પ્રયાસ કરો, જીવનના લક્ષ્યાંકો બદલાઇ જશે.
મકર: આપનું વ્યક્તિત્વ અલગ રીતે જ ખીલશે, આત્મબળ વધતું જણાય, વાદ-વિવાદથી દૂર રહેવું.
કુંભ: વાદ-વિવાદથી સાવધ રહેવું, ખર્ચા પર નિયંત્રણ રાખવું, અશાંતિનો અનુભવ થાય.
મીન: અવરોધાયેલા દરેક કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય સાચવવું.

