- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
પોષ વદ આઠમ
શુક્રવાર
5 ફેબ્રુઆરી 2021
પારસી રોજ 24
મુસ્લિમ રોજ 22
નક્ષત્ર: વિશાખા
યોગ: વૃદ્ધિ
કરણ: તૈતિલ
આજે બપોરે 12:49 સુધી જન્મેલા બાળકનું નામ તુલા રાશિ અને અક્ષર (ર, ત) પરથી અને ત્યારબાદના સમયમાં જન્મેલા બાળકનું નામ વૃશ્વિક રાશિ અને અક્ષર (ન, ય) પરથી પાડવાનો રહેશે.
રાહુકાળ 11:28થી 12:52
આજે પંચક નથી
મેષ: આજનો દિવસ આપના માટે આકસ્મિક ખર્ચ વાળો છે, જેના કારણે આપની આવક કરતાં જાવક વધી જાય.
વૃષભ: આજનો દિવસ આપના માટે દામ્પત્ય જીવન સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટેનો છે, ભાગીદારીના પ્રશ્ન પણ ઉકેલી જાય.
મિથુન: આજનો દિવસ આપના માટે વધુ પડતા ખર્ચનો છે, સમય મોજશોખ અને મનોરંજનમાં પસાર થાય.
કર્ક: આજનો દિવસ આપના માટે કામકાજમાં સામાન્ય બને છે, પરંતુ, મિત્રો તરફથી સહકાર મળતા કામકાજ આગળ વધે.
સિંહ: આજના દિવસમાં આપના નિર્ણય અને કામકાજ બંને એકબીજાને અનુરૂપ હોતા સારો ફાયદો જોવા મળે.
કન્યા: આજના દિવસમાં આપની આવકનું પાસુ જળવાઈ રહે, પરંતુ, આપનો ખોટો નિર્ણય આર્થિક રીતે નુકસાની પણ આપી જાય.
તુલા: આજના દિવસમાં ખાસ સંભાળીને કાર્ય કરવાની જરૂરત છે, અન્યથા આપના પોતાના કારણે આર્થિક નુકસાન સંભવ બને.
વૃશ્વિક: આજના દિવસમાં માનસિક પરિતાપ હેરાન કરશે, જેના કારણે આપને ખોટો ખર્ચ કરવો પડે.
ધન: આજનો દિવસ આપના માટે સાચવીને ચાલવા જેવો છે, જેના કારણે આપને આપના અંગત વ્યક્તિઓ તરફથી ખોટા ખર્ચના ખાડામાં ઉતરવું પડે નહીં.
મકર: આજનો દિવસ આપના માટે કામકાજમાં સાચવીને ચાલવું, જેના કારણે આપને આપના કાર્યકર્તાઓ દ્વારા જ નુકસાનીમાં ઉતરવું પડે નહીં.
કુંભ: આજના દિવસમાં આપને કામકાજની જગ્યા પર ઓછામાં ઓછું મેન્ટેનન્સ બની રહે તેવા પ્રયત્ન કરવાની જરૂરત છે.
મીન: આજનો દિવસ આપના માટે વધુ મહેનત વાળો છે, આજના દિવસમાં જે કાર્ય કરશો તેમાં કંઈક ને કંઈક રૂકાવટ આવે અને સમય અને શક્તિનો બગાડ થાય.
શાસ્ત્રી ડૉ.કર્દમ દવે
9825631777

