- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 05-03-2022
દિવસ: શનિવાર
મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, ખુબ જ સાવચેતી રાખીને આગળ વધવું, આવનાર વિઘ્નો હળતા થતા જણાય.
વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતાનો અનુભવ થાય, કાર્યક્ષેત્રમાં રૂચી ના આવે, આરોગ્ય સારું રહે.
મિથુન: મનનું ધાર્યું મનમાં રહી જાય, બોલવાથી વાદ-વિવાદ જાગે, કોઇપણ કાર્યની શરૂઆત વિચારીને કરવી.
કર્ક: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે, શાંતિનો અનુભવ થાય.
સિંહ: મન ઉગ્રતા અને બેચેની અનુભવે, અજાણ્યા ડરનો સામનો કરવો પડે, વાદ-વિવાદથી બચવું.
કન્યા: પોતાની લાગણીઓ પર કાબુ રાખવો અને નિરાશા ખંખેરી નવા માર્ગો પર પ્રવાહિત થવું, સ્વજનનો સાથ સહકાર મળે.
તુલા: મહેનત રંગ લાવે, નાણાની ઉણપ દૂર થાય, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
વૃશ્વિક: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરશો તો નવા માર્ગો ખૂલશે, લાગણી પર કાબુ રાખવાની જરૂર છે.
ધન: કાર્યક્ષેત્ર માટે આશાવાદી વલણ રાખશો તો કામ વિના વિઘ્ને પાર પડશે, સ્વાસ્થ્ય સાચવવું.
મકર: વધુ પડતા સાહસિક ન બનવું, સ્નેહીથી ચકમક થવાના યોગો બને છે, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
કુંભ: આપના પ્રયત્નો અને આયોજનોનું ફળ ચાખવા મળે, કૌટુંબિક મૂંઝવણો દૂર થાય.
મીન: પરિસ્થિતિની પ્રતિકુળતા જણાય, આવેલી તકને જોઇ વિચારીને ઉપયોગ કરવો.

