- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
પોષ વદ અગિયારસ
રવિવાર
7 ફેબ્રુઆરી 2021
પારસી રોજ 26
મુસ્લિમ રોજ 24
નક્ષત્ર: જ્યેષ્ઠા
યોગ: વ્યાઘાત
કરણ: બવ
આજે બપોરે 16: 15 કલાક સુધી જન્મેલા બાળકનું નામ વૃશ્વિક રાશિ અને અક્ષર (ન, ય) પરથી અને ત્યારબાદના સમયમાં જન્મેલા બાળકનું નામ ધન રાશિ અને અક્ષર (ભ, ધ, ફ, ઢ) પરથી પાડવાનું રહેશે.
રાહુકાળ 17:10થી 18:32
આજે પંચક નથી
આજે ષટતિલા સ્માર્ટ એકાદશી છે.
મેષ: આજનો દિવસ આપના માટે સારો બને છે, જેના કારણે આપનું કર્મ ઓછી મહેનતે વધુ ફળદાયી બની રહેશે, શારીરિક રીતે સાચવવું.
વૃષભ: આજનો દિવસ આપના માટે આકસ્મિક લાભ વાળો બને છે, પરંતુ, અંગત વ્યક્તિઓ સાથે વાદ-વિવાદમાં પડવું નહીં.
મિથુન: આજનો દિવસ આપના માટે ભાગીદારીના કોઈપણ વ્યવહારમાં ફળદાયી છે, લાલચમાં પડ્યા વગર દિવસ પસાર કરવો.
કર્ક: આજનો સમય આપના માટે કોઈના પર વિશ્વાસ કરીને ચાલવા જેવો નથી, વિરોધીઓ સામેથી નમતા આવશે.
સિંહ: આજનો સમય આપના માટે કામ ધંધામાં ચોકસાઈ રાખીને આગળ વધવા જેવો છે, સામેવાળી વ્યક્તિ પાસેથી સારી રીતે કામ કઢાવી શકશો.
કન્યા: આજનો દિવસ આપના માટે કામ ધંધામાં ખુબ જ યોગ્ય બને છે, પરંતુ, અકારણ ના કોઈપણ નિર્ણયો અમલમાં મુકવાની જરૂર નથી.
તુલા: આજનો સમય આપના માટે આર્થિક દ્રષ્ટિથી વધુ યોગ્ય બનતો નથી, પરંતુ, ભાઈ-બહેન સાથેના સંબંધો તેમજ લાભ મેળવવાની સ્થિતિ ખુબ સારી બને છે.
વૃશ્વિક: આજનો દિવસ આપના માટે માનસિક ચિંતાની સાથે સાથે આર્થિક લાભ વાળો પણ છે, પરિવારના વ્યક્તિઓ સાથે આનંદમાં સમય ગુજારી શકાય.
ધન: આજના દિવસમાં આપને થોડા ખર્ચના પ્રસંગો બને, વિરોધીઓથી સાચવીને દિવસ પસાર કરવો, બીજો પ્રશ્ન બનતો નથી.
મકર: આજનો સમય આપના માટે ખુબ જ સારો છે, જેના કારણે મહેનત થોડી વધુ કરવી પડે, પરંતુ, બીજી બધી રીતે લાભ પુર્ણ બની રહે.
કુંભ: આજનો દિવસ આપના માટે કામકાજની દ્રષ્ટિથી વધુ મહેનત વાળો છે, પરંતુ, સાથે કામ કરતી વ્યક્તિઓ સહાય અને સરળતાથી મદદરૂપ બની રહેશે.
મીન: આજનો દિવસ આપણા માટે યોગ્ય છે, ઓછી મહેનતથી વધુ સારું કામ કાજ કરી શકાશે.
શાસ્ત્રી ડૉ.કર્દમ દવે
9825631777

