- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 07-03-2023
દિવસ: મંગળવાર
મેષ: આપના મનની મૂંઝવણ દૂર કરવા આદ્યાત્મિકતા તરફ વળવું, યાત્રા-પ્રવાસના યોગ બને.
વૃષભ: આપના જિદને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું, નાણાભીડ વધે.
મિથુન: બધી ચિંતાઓનો હલ મળે, મુશ્કેલીથી ઘેરાયેલા હશો તો આપની ચિંતા ઉકેલવાના માર્ગ મળે, મિત્ર-વ્હાલા ઉપયોગી બને.
કર્ક: આપના પ્રયત્નોનું ફળ મોડું મળતું જણાય, ગૃહજીવનના પ્રશ્નો હલ થતા જણાય, પ્રવાસ ફળે.
સિંહ: આર્થિક આયોજન બગડે નહીં તે ધ્યાન રાખવું, પોતાની ગણતરીની આવડત હોય તો લાભ ઉઠાવી શકશો.
કન્યા: સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિમાંથી મુક્ત જણાઇ શકશો, પોતાના સ્નેહીથી મિલન થાય, તકનો લાભ મળે.
તુલા: મહત્ત્વની કામગીરી કરવા માટેનો સમય ધીરે ધીરે અનુકુળ થતો જણાય, નાણાકીય ચિંતાનો ઉપાય મળે.
વૃશ્વિક: મનના ઓરતાઓ સાકાર થતા જણાય, સમસ્યાઓ અને વિઘ્નો દૂર થાય, પ્રવાસ ફળે.
ધન: નસીબની બાજી ઉંધી ન વળી જાય તે ધ્યાન રાખવું, બેફીકરા થઇને ન ફરવું, આરોગ્ય સાચવવું.
મકર: સામાજિક, કૌટુંબિક બાબતે મનદુખ ન થાય તે ખાસ ધ્યાન રાખવું, ખર્ચ અનિવાર્ય બને.
કુંભ: આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું, કૌટુંબિક શાંતિ હણાય નહીં તે જોજો, યાત્રા ફળે.
મીન: લાગણીઓના તાર તૂટવા ન દેશો, તબિયતની કાળજી રાખજો, સફળતા મળે.

