- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 08-01-2023
દિવસ: રવિવાર
મેષ: નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિવર્તનશીલ અને ગતિવંતા બનો, નવી તકો ઉભી થાય, સ્વજનથી ગેરસમજ ન થાય તે જોવું.
વૃષભ: કોઇ દૂરાગ્રહ ન રાખવો, સંજોગો સાથે સુમેળ સાધીને ચાલવાથી લાભ મળે.
મિથુન: પ્રવાસ કરવાથી મિલન-મુલાકાતના સંજોગો બને, યોગ્ય તકોનો ઉપયોગ કરવો, આરોગ્ય સાચવવું.
કર્ક: સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં પ્રગતિકારક વાતાવરણ બને, શત્રુઓ પાછા પડતા જણાય.
સિંહ: મનના મનોરથો પૂર્ણ થતા જણાય, કાર્યક્ષેત્રમાં અડીખમ ઉભા રહેવા સંઘર્ષ કરવો પડે.
કન્યા: કાર્યક્ષેત્રમાં આપો આપજ પ્રગતિકારક સંજોગો જણાય, મિત્ર-સંબંધીથી મદદ મળતી જણાય.
તુલા: ધીરજથી કસોટી થતી લાગે, આવક કરતા જાવક વધે, ગૃહજીવનમાં સંવાદિતા ટાળવી.
વૃશ્વિક: કામકાજનો બોજો હળવો થતો જણાય, સામાજિક કાર્યોમાં લાભના સંજોગો બને, સ્નેહીથી મતભેદ ટાળવો.
ધન: અણધારી તકો આવી જતા તમારા ધાર્યા પરિણામો મળતા જણાય, મિત્ર-સ્નેહીથી મુલાકાત બને.
મકર: મનની મૂંઝવણો દૂર થતી જણાય, સ્વજનને મળવાની તકો મળે, તબિયત સાચવવી.
કુંભ: અગત્યના પ્રશ્નોનો હલ થતો જણાય, વધુ એકાગ્રતા પૂર્ણ પ્રયત્નો કરવા જરૂરી છે, કાર્ય સફળતા મળે.
મીન: આપની નોકરી કે વ્યવસાયના કામકાજોને ઉકેલી શકશો, સ્નેહીથી મુલાકાતના યોગ બને.

