- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 09-02-2023
દિવસ: ગુરુવાર
મેષ: તમારા શત્રુઓ પર તમે જીત મેળવી શકો, નાણાકીય અગવડોનો અંત આવે, સ્વજનથી મિલન થાય.
વૃષભ: સમજદારીથી ચાલવાની સલાહ, સ્નેહીથી મિલન થાય, લાગણીશિલતામાં તણાવ જવું નહીં, પ્રવાસ ફળે.
મિથુન: સાથી સાથે સમજદારી ભર્યું વલણની અપેક્ષા ફળે, તમારી સર્જનાત્મકતાને વેગ મળે, પ્રવાસ ફળે.
કર્ક: સ્વજનો સાથે વાદ-વિવાદ ન થાય તે સાચવવું, વધુ પડતા આત્મવિશ્વાસથી જોખમ ઉભુ થઇ શકે, તબિયત સુધરે.
સિંહ: ઉતાવળીયા પગલા ન ભરવા, કોઇપણ મુશ્કેલી સહજતાથી પાર પાડી શકશો.
કન્યા: તમારું ઇચ્છિત પણ વિલંબથી મળે, મહત્ત્વની કામગીરીથી આગળ વધી શકશો, નાણાભીડ રહે.
તુલા: તબિયત સાચવીને કાર્ય કરવું, દરેક મુસીબતમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે.
વૃશ્વિક: સાહસ ઠગારો નિવડે, મહત્ત્વનું રોકાણ ગમે ત્યાં જોખમ ઉપાડીને નાખવું નહીં, ગૃહ વિવાદ ટાળવો.
ધન: સંજોગો પોતાના વશ મા ન રહે, પરિસ્થિતિ પોતાના કાબુમાં આવે ત્યાં સુધી રાહ જોવો.
મકર: લાગણીઓ તમારા વ્યવસાયિક ક્ષેત્ર પર હાવી ન થાય તે સાચવવું, નહીં તો જોખમી પરિણામ આવી શકે.
કુંભ: પરિસ્થિતિમાં સુધારો જણાય, મિત્ર અને સ્નેહીજનોની મદદ મળતી જણાય, મકાન-મિલકત ખરીદવાના યોગ બને.
મીન: ખર્ચ વધે, ચિંતા અને અશાંતીના વાદળો વિખરાઇને પ્રસન્નતાનો સુરજ ઉગતો જણાય.

