- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
પંચાગ
તા. 01-07-2019
વાર: સોમ
વિક્રમ સંવતઃ 2075
મહાવીર જૈન સંવતઃ 2545
શાલીવાહન શક સંવત: 1941
ખ્રિસ્તી સંવત: 2019
માસઃ જેઠ
પક્ષઃ વદ
તિથિ: ચૌદશ
પારસી તા.: 19
મુસ્લિમ તા.: 27
નક્ષત્રઃ રોહિણી
યોગ: ગંડ
કરણ: વિષ્ટિ
દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.
રાહુકાળ: 07.30થી 09.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.
ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ છે, તેથી જન્મેલા બાળકોના નામ બ.વ.ઉ અક્ષર પર રાખી શકાય.
આજનું ભવિષ્ય...
મેષ(અ.લ.ઈ): યાત્રા-પ્રવાસના કારણે મનમાં પ્રસન્નતા અનુભવશો. દાંપત્યજીવનમાં મધુરતા રહે. શત્રુઓ પર વિજય મળે. આધ્યાત્મિક ચિંતન-મનનમાં વધારો થાય.
વૃષભ(બ.વ.ઉ): મુશ્કેલીમાં મિત્રોના સાથ-સહકારને કારણે રાહત અનુભવશો. સ્થાયી પ્રોપર્ટી સંબંધી વિશેષ લાભ થાય. અનેક કાર્યોનો સુખદ ઉકેલ મળે. મહત્ત્વના નિર્ણયો લઇ શકશો.
મિથુન(ક.છ.ઘ): કાર્યક્ષેત્રના વિકાસ માટે વધુ પુરુષાર્થ કરવો પડે. કોઇ સ્વાર્થી મિત્ર બનાવટ ન કરી જાય તે બાબતે કાળજી રાખવી. સ્વભાવે મિલનસાર અને પરોપકારી બનશો.
કર્ક(ડ.હ.): સ્થાયી પ્રોપર્ટી અંગેના કાર્યોમાં મહત્ત્વના સોદાઓ પાર પાડી શકશો. ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભની વિશેષ તક મળે. પીઠ અને કમરના દુઃખાવામાં રાહત રહે.
સિંહ(મ.ટ.): દાંપત્યજીવન મધુર રહેશે. પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી બનશો. કાર્યક્ષેત્રના વિકાસ બાબતે અગત્યના આયોજનો હાથ ધરી શકશો. લાંબા ગાળાના આયોજનો સફળ થાય.
કન્યા(પ.ઠ.ણ.): મધ્યમ સ્તરીય પ્રગતિ જળવાઇ રહેશે. નવી ઓળખાણને કારણે કંઇક લાભની તક મળે. નેતાગીરી ક્ષેત્રે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી શકાય. અગત્યના કામ થઇ શકે.
તુલા(ર.ત.): ઉતાવળીયા નિર્ણયોથી હાનિ થઇ શકે. પ્રગતિશીલ આયોજનો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. યાત્રા-પ્રવાસ કષ્ટદાયી નીવડે. બિનજરૂરી ખર્ચાઓ થાય.
વૃશ્ચિક(ન.ય.): નિકટ સંબંધીઓ, કુટુંબીજનોનો સહકાર મળી રહેશે. ધાર્મિક યાત્રા-મુસાફરીના કારણે મન પ્રસન્ન રહેશે. પ્રગતિકારક નિર્ણયોથી આયોજન કરવામાં સફળતા મળે.
ધન(ભ.ધ.ફ.ઢ.): કાર્યક્ષેત્રે આધુનિકરણ કરી શકશો. નવા આયોજનો લાભદાયી બને. સંતાનની પ્રગતિ માટે નવિન કાર્યની શુભ શરૂઆત કરી શકશો. પરિવારમાં સ્નેહની કદર થાય.
મકર(જ.ખ.): વધુ કર્મશીલ અને સાહસી બનશો. પારિવારિક સભ્યોના સાથ-સહકારથી આર્થિક સમૃદ્ધિ વધે. અગત્યનું કામ વિના વિલંબે પાર પડે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કુંભ(ગ.શ.સ.): કાયદાકીય બાબત તેમજ હિતશત્રુઓની બાબતમાં સાવચેતી રાખવી. વ્યર્થના વિવાદો ટાળવા. પરિવારના સભ્યની સ્વાસ્થ્ય બાબતે સહેજ ચિંતા રહે.
મીન(દ.ચ.ઝ.થ.): સમૃદ્ધિની વસ્તુઓની ખરીદી કરી શકશો. યાત્રા-પ્રવાસના કારણે મન પ્રસન્ન રહે. નવા આયોજનો થાય. મનોબળ મજબૂત બનશે. દાંપત્યજીવન મધુર બને.
------
જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા
619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880
મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

