- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 16-02-2023
દિવસ: ગુરુવાર
મેષ: અગત્યની બાબતો અંગે સંજોગ સાથ આપશે, આરોગ્ય જળવાય ખર્ચના પ્રસંગો ઉભા થાય.
વૃષભ: અગત્યની તક સર્જાતી જણાય, નાણાભીડનો ઉકેલ સાંપડે. સ્વજનનો સહકાર મળે.
મિથુન: કૌટુંબિક બાબતો પ્રશ્નોનો ઉકેલ આવે, પ્રવાસ-મિલન-મુલાકાત, સ્વાસ્થ્ય સારું રહે.
કર્ક: આપની મનોસ્થિતીને સમતોલ રાખીને નિર્ણય લેવો, તો લાભ અને સફળતા પ્રાપ્ત થાય.
સિંહ: મંદગતિએ અનુકુળતા સર્જાય, ગૃહ વિવાદ ટાળો, અગત્યના કામોમાં સફળતા મળે.
કન્યા: અંત:કરણની વ્યવસ્થામાંથી છૂટવા હકારાત્મક વલણ રાખવું પડે, નાણાકીય પ્રશ્નોનો ઉકેલ મળે.
તુલા: ધીરજ અને સયમથી આગળ વધીને સફળતાની સીડી ચઢી શકશો, તબિયત જાળવવી.
વૃશ્વિક: આપની માનસિક અને શારીરિક સ્થિતિ સાચવવી, તકલીફોમાં થોડી રાહત મળે, ખર્ચ વધે.
ધન: વ્યવસાયિક તકો મળે, માનસિક અને શારીરિક તકલીફો દુર થાય, રાહત મળે.
મકર: સામાજિક-કૌટુંબિક સંજોગો પ્રતિકુળ બને, પ્રવાસ ફાળે, લાભની તકો ઉભી થાય.
કુંભ: આપણા અગત્યના કામકાજ સફળ બને, સંજોગો સુધારતા જણાય. મતભેદ ટાળવો.
મીન: માનસિક અસ્વસ્થતા અને ચિંતા મુક્તિનો ઉપાય જોવા મળે, સહકાર અને સમાધાન ઉપયોગી બને.

