- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 17-01-2023
દિવસ: મંગળવાર
મેષ: કોઇપણ કાર્ય કરતા પહેતા ગણતરી કરીને પગલા ભરવા, ધીરજપૂર્વક કાર્ય કરવું, સ્વાસ્થ્ય સારું રહે.
વૃષભ: કોઇપણ કાર્યને કરતા અણધાર્યા બનાવ ન બને તેની સાવધાની રાખવી, ક્રોધને કાબુમાં રાખવો.
મિથુન: પોતાની જાતને બહેતર બનાવાનો પ્રયાસ કરવો, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે.
કર્ક: નાણાકીય બાબતો પર ખાસ ધ્યાન આપીને રોકાણ કરવું, ખોટા-ખર્ચ પર કાબુ રાખવો.
સિંહ: જીવનની દરેક મુશ્કેલીઓનો હલ છે એમ માનીને ચાલવું, રાહત અને લાભની તક મળે, શાંતિનો અનુભવ થાય.
કન્યા: સંજોગો ધીમે ધીમે પોતાના સાનુકુળ થતા જણાય, મનની આશાઓ પૂર્ણ કરવા દરેકની મદદ લેવી પડે.
તુલા: મૂંઝવણો ઉકેલ આવતો જણાય, કોઇના સાથ સહકારની જરૂર પડે, નાણાભીડ રહે.
વૃશ્વિક: ખર્ચ અને રોકાણ બંને સુયોગ્ય આયોજન સાથે કરવું, કંઇક મેળવવા કંઇક ગુમાવવું પડે.
ધન: કોઇપણ કાર્યને પાર પાડવા આપનો ધ્યેયલક્ષી વલણ જ ફળદાયી બને, આર્થિક પ્રશ્નોનો હલ આવે.
મકર: લાગણીઓનો ઉતાર ચઢાવ પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી, નાણાભીડ દૂર થાય.
કુંભ: સંજોગો પરિસ્થિતિ બહારના આવવાથી તમે માનસિક રીતે તુટી ન જાવ તે સાચવવું, પ્રવાસ ફળે.
મીન: પારકી આસ સદા નિરાશ જેવી સ્થિતિ બને, પોતાની જાત પર આશા રાખી આગળ વધવું, કાર્ય પૂર્ણ થતું જણાય.

