- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 18-01-2023
દિવસ: બુધવાર
મેષ: પ્રતિકુળ સંજોગોમાંથી બહાર આવી શકશો, ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, નાણા ભીડ દૂર થાય.
વૃષભ: નોકરી-ધંધામાં વિલંબ થાય, ધારેલી સફળતા પ્રાપ્ત થાય, નિરાશાવાદી વલણ રાખવું.
મિથુન: ચિંતા અને અશાંતિના વાદળો દૂર થાય, પરિસ્થિતિ સાનુકુળ બને, શાંતિ રહે.
કર્ક: આપણા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે આપણું વલણ સમાધાનકારી બનાવવું જરૂરી છે, નાણા ભીડ વધે.
સિંહ: સમય હવે સુધરતો જણાય, કપરી પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર આવતા જણાય, કૌટુંબિક સંવાદિતા રહે.
કન્યા: મનની મૂંઝવણો દૂર થતી જણાય, સ્નેહીજનોનો સહકાર મળે, મનની શીંતિ મળે.
તુલા: ગૂંચવાયેલી પરિસ્થિતિમાંથી બહાર આવતા જણાય, મિત્ર-સ્નેહીથી મુલાકાત થાય.
વૃશ્વિક: આરોગ્ય નબળું રહે, ભાગ્યના આધારે તમારા સંજોગો સુધરતા જણાય, તબિયત અંગે સજાગ રહેવું.
ધન: આર્થિક, સામાજિક અને માનસિક બાબતોમાં તણાવ દૂર થાય, આવક કરતા જાવક વધે.
મકર: ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો, મતભેદ ન થાય તે માટે વિચારવું, આરોગ્ય સાચવવું.
કુંભ: કાર્ય સફળતા માટે વધુ પ્રયત્ન કરવા પડે, વાદ-વિવાદ ટાળવો, શેર-સટ્ટામાં લાભ મળે.
મીન: અગત્યના કામકાજો આગળ ધપાવી શકશો, વિઘ્નોનો અંત આવે, સ્વજનથી લાભ મળે.

