- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
પંચાગ
તા. 02-07-2019
વાર: મંગળ
વિક્રમ સંવતઃ 2075
મહાવીર જૈન સંવતઃ 2545
શાલીવાહન શક સંવત: 1941
ખ્રિસ્તી સંવત: 2019
માસઃ જેઠ
પક્ષઃ વદ
તિથિ: અમાસ
પારસી તા.: 20
મુસ્લિમ તા.: 28
નક્ષત્રઃ મૃગશિર્ષ
યોગ: વૃદ્ધિ
કરણ: ચતુષ્પાદ
દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.
રાહુકાળ: 15.00થી 16.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.
ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન છે, તેથી જન્મેલા બાળકોના નામ ક.છ.ઘ. અક્ષર પર રાખી શકાય
આજનું ભવિષ્ય...
મેષ(અ.લ.ઈ): એકાંતપ્રિય વાતાવરણના શોખીન બનશો. કામ કરવામાં ઉત્સાહ અને ઉમંગ વધશે. સુંદરતા પ્રત્યે આકર્ષણ વધશે. સ્થાયી પ્રોપર્ટી સુખમાં વધારો થાય. દાંપત્યજીવનમાં કડવાશ અનુભવશો.
વૃષભ(બ.વ.ઉ): નવા સ્નેહ સંબંધોમાં વધારો થાય. માંગલિક પ્રસંગો ઉજવાય. રમણીય સ્થળોથી લાભ થાય. સ્નેહીજનના મીઠા-મધુર સમાચાર મળે. આવકની સ્થિતિ યથાવત જળવાઇ રહેશે.
મિથુન(ક.છ.ઘ): આશાઓ ફળિભૂત થતા મનમાં આશાના કિરણો જાગૃત થાય. નવા સાહસોમાં સિદ્ધિનું શિખર માપી શકશો. મોજશોખના પ્રસાધનની ખરીદી કરી શકશો.
કર્ક(ડ.હ.): કાયદાકીય બાબતમાં સ્પષ્ટ રહેવું. નોકરીયાત વર્ગને અધિકારી વર્ગનો ઠપકો મળે. સંતાન સાથે વૈચારિક મતભેદ ટાળવા. વિવાદની સ્થિતિમાંથી માર્ગ મળે.
સિંહ(મ.ટ.): મિશ્રફળની અનુભૂતિ થાય. નવા મકાનની ખરીદી કરી શકશો. સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશો. મહેનતના પ્રમાણમાં સારું ફળ પ્રાપ્ત કરી શકશો.
કન્યા(પ.ઠ.ણ.): ટૂંકી મુસાફરી લાભદાયી નીવડે. પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. શૃંગાર સજાવટની વસ્તુઓની ખરીદી કરી શકશો. દાંપત્યજીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળે.
તુલા(ર.ત.): કાર્યક્ષેત્રે આગવી પ્રતિભા વિકસાવી શકશો. મનોરંજનના પ્રસાધનોની ખરીદી કરી શકશો. વિલંબમાં પડેલા કાર્યોને પતાવી શકશો. જાહેર સામાજિક ક્ષેત્રે લાભદાયી પ્રવૃત્તિઓ થાય.
વૃશ્ચિક(ન.ય.): વડીલ વ્યક્તિના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. કોઇને મદદ કરવા જતા પોતે જ કટોકટીમાં ફસાઇ ન જાવ તેની તકેદારી રાખવી. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે.
ધન(ભ.ધ.ફ.ઢ.): શુભ સમાચારથી મન આનંદ વિભોર બની જાય. પત્ની સાથે વાતાવરણ મધુર બને. આરોગ્ય વિષયક ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે આકસ્મિક લાભ થાય.
મકર(જ.ખ.): સ્થાયી પ્રોપર્ટીથી લાભ થાય. કાર્યક્ષેત્રે નવા આયોજનો લાભદાયી નીવડે. મોસાળ પક્ષથી લાભ થાય. પારકાના વિવાદમાં પડવું નહીં. આવકના સાધનો વધે.
કુંભ(ગ.શ.સ.): વધુ ચંચળ અને સ્પષ્ટવક્તા બનવાથી ધારેલા કાર્યો પૂર્ણ કરી શકશો. જીવનસાથીનો કાર્યક્ષેત્રે પૂર્ણ સહકાર મળી રહેશે. ધાર્મિક કાર્યો નિમિત્તે પ્રવાસનું આયોજન સરળ બનશે.
મીન(દ.ચ.ઝ.થ.): કુટુંબીજનો સાથે સંબંધોમાં તિરાડ પડે. આવેશશીલ સ્વભાવના કારણે મૂંઝવણમાં વધારો થાય. કોઇની સાથે વધુ પડતી ચર્ચા વિચારણા કરવાનું ગમશે નહીં.
------
જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા
619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880
મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

