- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 22-01-2023
દિવસ: રવિવાર
મેષ: અગત્યના કાર્યો અને પ્રવૃત્તિઓને લગતા કાર્યો થાય, ખુશનુમા સંજોગો બને.
વૃષભ: શંકા-કુશંકાઓ દૂર થતી જણાય, સકારાત્મકતા તરફ વળશો.
મિથુન: તમારા લક્ષ્યાંકો તરફ આગળ વધ્યા કરજો, સફળતા મળશે, લક્ષ્ય સિદ્ધ થતું જણાશે.
કર્ક: નિરાશાઓના અંધકારમાંથી પ્રકાશ તરફ વેગ મળે, પ્રયત્નો ફળતા દેખાય.
સિંહ: ચિંતાઓના વાદળ વિખેરાતા જણાય, પ્રતિકુળ સંજોગો બને, ગૃહજીવનમાં સંવાદિતા રહે.
કન્યા: સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી, સ્વાસ્થ્યની કાળજી લેવી, સામાજિક પ્રવૃત્તિથી આનંદ મળે.
તુલા: માનસિક સ્વસ્થતાને ટકાવી રાખવી જરૂરી બને.
વૃશ્વિક: હિંમત અને ધીરજ રાખીને આગળ વધવું, કલ્પનાના ઘોડા પર લગામી રાખવી.
ધન: આશા અને નિરાશા વચ્ચે મન જોલા ખાતું જણાય, મિત્રની મદદ મળે, પ્રવાસ ફળે.
મકર: લાગણીઓને કાબુમાં રાખવો, લક્ષ્ય સુધી પહોંચવા પ્રયત્નો વધારવા, મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી બને.
કુંભ: ગૃહજીવનની અને વ્યવસાયિક સમસ્યાઓ હલ થાય, ખર્ચ પર લગામ રાખવો.
મીન: ધીરજની કસોટી થતી જણાય, હિંમત ન હારવી, પ્રયત્નો કરવાથી સારું ફળ મળે.

