ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંચાગ

તા. 24-06-2019

વાર: સોમ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ જેઠ

પક્ષઃ વદ

તિથિ: સાતમ

પારસી તા.: 12

મુસ્લિમ તા.: 20

નક્ષત્રઃ પૂર્વાભાદ્રપદ

યોગ: આયુષ્યમાન

કરણ: વિષ્ટિ

દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 07.30થી 09.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ છે, તેથી જન્મેલા બાળકોના નામ ગ.શ.સ અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): સહકાર માટે વધુ પડતી અપેક્ષાઓ રાખવાની વૃત્તિ પ્રબળ બને. વાયવ્ય અને ઉત્તર દિશાના પ્રવાસો વધુ લાભદાયી બને. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે રુચિ વધશે.

વૃષભ(બ.વ.ઉ): વ્યવસાયિક પ્રગતિ કરી શકશો. મિત્રોના સાથ-સહકારથી નવા આયોજનો હાથ ધરી શકશો. દાંપત્ય ક્ષેત્રે મીઠા-મધુરા સમાચાર મળે. નેતૃત્વની કસોટીમાંથી પાર ઉતરી શકાય.

મિથુન(ક.છ.ઘ): યુવકોને પ્રગતિ માટે ઉત્તર અને દક્ષિણ દિશા તરફ આધાર રાખવો પડે. કારકિર્દીના આયોજનોમાં ખાસ કરીને મેષ રાશિના જાતક પર ભરોસો મૂકવો પડે.

કર્ક(ડ.હ.) જીવનસાથી પર પ્રભાવ પાડવાના હેતુથી હાથ ધરેલા કાર્યોમાં નિષ્ફળતા મળે. મહિલાઓને પરિવારમાં મનદુઃખ થાય. પરિવારમાં શુભ પ્રસંગમાં વિઘ્ન આવે.

સિંહ(મ.ટ.): સ્વભાવમાં ઉદારતા વધશે. માનસિક પરિતોષમાં અસાધારણ વૃદ્ધિ થાય. અગાઉ જે કાર્યનો તિરસ્કાર સાથે ઇનકાર થયો હોય તે કાર્યની સિદ્ધિ અત્યંત સરળતાથી થાય.

કન્યા(પ.ઠ.ણ.): જૂના વિખવાદોમાં ગેરસમજ દૂર કરવાની વૃત્તિ પ્રબળ બને. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને ધર્મકાર્યો પ્રત્યે આસ્થા વધે. ઝવેરાત વિગેરે સમૃદ્ધિની ચીજ-વસ્તુઓની ખરીદી થાય.

તુલા(ર.ત.): મિત્રો સાથેના સંબંધોમાં મીઠાશ જળવાશે. મનોબળની પ્રબળતા પ્રોત્સાહન આપે. આનંદ અવસરમાં મગ્ન રહેશો. દાંપત્ય ક્ષેત્રે મધુર સમાચાર મળતા મન ઝૂમી ઉઠશે.

વૃશ્ચિક(ન.ય.): ધારેલો સહકાર મળવામાં કુદરતી અવરોધ સર્જાવાની પણ સંભાવના કહી શકાય. આધારરૂપ વ્યક્તિને થયેલ આકસ્મિક ઇજાના કે નબળા સ્વાસ્થ્યના કારણે આયોજનમાં ફેરફાર કરવો પડે.

ધન(ભ.ધ.ફ.ઢ.): આર્થિક પ્રગતિ સાધારણ રહે. મૂડી રોકાણ ક્ષેત્રે પ્રગતિ થાય. કાર્યક્ષેત્રે ઇચ્છિત સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. સ્થાવર મિલકતના સોદામાં ફાયદો થાય.

મકર(જ.ખ.): ધાર્યા કામ પાર પાડવામાં ઉત્સાહ વધશે. પરિવારમાં સ્નેહમય વાતાવરણ જળવાઇ રહેશે. કાર્યક્ષેત્રે ઉત્સાહજનક વ્યવહારના કારણે ઉપરી અધિકારી વર્ગથી માન-સન્માન મેળવશો.

કુંભ(ગ.શ.સ.): પરિવારમાં સંબંધો પ્રયત્નપૂર્વક સુમેળભર્યા રાખી શકશો. આકસ્મિક લાભ થવાના યોગ પ્રબળ કહી શકાય. પ્રતિષ્ઠા વધવાથી માન-સન્માન મેળવશો. આરોગ્ય જળવાય.

મીન(દ.ચ.ઝ.થ.): યાત્રા-પ્રવાસમાં હાનિ થાય તેમજ દાહક પદાર્થો અને વિષૈલા પદાર્થોથી સાવધ રહેવું. સંતાનના આરોગ્ય અંગે ચિંતા રહે. જમીન-મકાનને લગતા કામકાજ ગૂંચવણભર્યા રહેશે.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.