આ વર્ષે જુલાઈમાં આવી રહ્યું છે શનિ પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે કરવી શિવ પૂજા

PC: jagran.com

દર મહિને બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. સોમવારે પડતા પ્રદોષ વ્રત માટે સોમ પ્રદોષ વ્રત, મંગળવારે પડતા પ્રદોષ વ્રત માટે ભૌમ પ્રદોષ વ્રત, બુધવારે પડતા પ્રદોષ વ્રત માટે બુધ પ્રદોષ વ્રત અને તેવી જ રીતે શનિવારે પડતા પ્રદોષ વ્રત માટે શનિ પ્રદોષ વ્રત હોય છે. આ વર્ષે માત્ર એક જ શનિ પ્રદોષ વ્રત આવી રહ્યું છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે શિવની પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અહીં જાણો અષાઢ માસનું પ્રદોષ વ્રત ક્યારે છે.

શનિ પ્રદોષ વ્રતની તિથિ

પંચાંગ અનુસાર અષાઢ માસમાં શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત મનાવવામાં આવશે. આ તારીખ 1લી જુલાઈના રોજ આવી રહી છે. અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 1લી જુલાઈ, શનિવારના રોજ સવારે 1.16 થી 11.7 વાગ્યા સુધી રહેશે. આ કારણે શનિ પ્રદોષ વ્રત 1લી જુલાઈના રોજ જ મનાવવામાં આવશે.

આ દિવસે વિશેષ યોગ પણ બની રહ્યો છે. પ્રથમ શુભ યોગ સવારથી 10.44 મિનિટ સુધી રહેશે. આ પછી શુક્લ યોગ બનશે જે બીજા દિવસ સુધી રહેશે. રવિ યોગ પ્રદોષ વ્રતના દિવસે બપોરે 3:04 થી 2 જુલાઈની સવારે 5:27 સુધી રહેશે.

શનિ પ્રદોષ વ્રતની પૂજા માટેનો શુભ સમય

પ્રદોષ વ્રતના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાંજે પ્રદોષ વ્રતની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ કારણે 1લી જુલાઈના રોજ સાંજે 7.23 થી 9.24 સુધી શુભ સમય રહેશે. આ ઉપરાંત સાંજે 7.23 થી રાત્રે 8.39 સુધી લાભ-પ્રગતિ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં પૂજા કરવી પણ ખૂબ જ શુભ હોઈ શકે છે.

આ સિવાય શનિ પ્રદોષ વ્રતના દિવસે શિવવાસ છે. શિવવાસ ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવવાસ 1 જુલાઈની સવારથી શરૂ થશે અને રાત્રે 11.07 વાગ્યા સુધી ચાલશે.

ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી

પ્રદોષ વ્રતની સાંજે શિવની પૂજા કરવામાં આવે છે, પરંતુ સવારે સ્નાન કર્યા બાદ ભક્તો શિવના દર્શન કરવા શિવ મંદિરમાં જાય છે. ઘણા ભક્તો સવારે પણ ઘરે શિવ પૂજા કરે છે. સાંજની પૂજામાં ભોળાનાથની સામે બીલીપત્ર, ધતુરા, ફળ, ફૂલ અને ભોગ વગેરે ચઢાવવામાં આવે છે. આ પછી શિવ આરતી અને મંત્રોના જાપ સાથે શિવ પૂજા સમાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp