બજેટથી ખોરવાયું લગ્નનું બજેટ, એક જ ઝટકામાં આટલું મોંઘું થયું સોનું

PC: kc

નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં ભલે સામાન્ય લોકોને મોટી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, પરંતુ બજેટની જાહેરાતોએ લગ્નની તૈયારી કરી રહેલા સામાન્ય માણસના બજેટમાં ગડબડ કરી નાખી છે. બજેટના દિવસે સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે સોનું 1000 રૂપિયા મોંઘુ થયું, તો ચાંદીના ભાવમાં આશરે 2000 રૂપિયાનો વધારો થયો.

વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં વધારા વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 1,090 રૂપિયા વધીને 57,942 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,852 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ 1,947 રૂપિયા વધીને 69,897 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી 67,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

HDFC સિક્યોરિટીઝના એક વિશ્લેષકે જણાવ્યું હતું કે, "દિલ્હીમાં સોનાના હાજર ભાવ 1,090 રૂપિયા વધીને 57,942 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા." વિદેશી બજારમાં સોનું 1,923 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું જ્યારે ચાંદી ઘટીને 23.27 ડોલર પ્રતિ ઔંસ પર હતી.

બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કોમેક્સ પર સોનાની હાજર કિંમત તેના અગાઉના બંધ ભાવ સામે $1,923 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. સોનાના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો જોવા મળ્યો છે, જેને નબળા પડતા ડોલર અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમા વૃદ્ધિ ડરથી મદદ મળી.

નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટથી સામાન્ય લોકોએ રાહતની આશા વ્યક્ત કરી હતી, પરંતુ તેનાથી વિપરીત સોનાના ભાવે સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે. સોનાના ભાવમાં એકાએક ઉછાળો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp