સુરતમાં હીરા દલાલે 13 લાખના હીરા કાઢી પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરી દીધી પણ...
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા વેપારીઓ સાથે લૂંટ અને છેતરપિંડીની ઘટના સતત વધી છે. ત્યારે હવે હીરા વેપારી સાથે ઠગાઈની વધુ એક ઘટના સામે આવી છે. વરાછામાં હીરાના વેપારીને દલાલે હીરાના પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરીને આપ્યા હતા. જો કે, પેકેટ ખોલતાની સાથે જ દલાલનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, વરાછામાં આવેલા મિનિબજારના સહયોગ ચેમ્બરમાં હીરા વેપારી ભૂપત માંગુકિયા તેમના ભત્રીજા સાથે મળી હીરા લે-વેચનું કામ કરે છે. દરમિયાન ભૂપતભાઈ પાસેથી હીરા દલાલ પ્રદીપ ધામેલીયા રૂ.13.21 લાખની કિંમતના હીરાના બે પેકેટ એક અન્ય વેપારીને બતાવવા માટે લઈ ગયો હતો. જો કે, ત્યાર બાદ આ પેકેટમાંથી હીરા કાઢી તેમના રેતી અને ચણાની દાળ ભરી છેતરપિંડી કરવાનો પ્લાન રચ્યો હતો. પરંતુ, હીરાના વેપારીને હીરાના પેકેટ પર શંકા જતા હીરા દલાલની હાજરીમાં પેકેટ ખોલ્યા હતા.
આ પેકેટો ખોલતાની સાથે જ દલાલ પ્રદીપની પોલ ખુલ્લી પડી હતી. આ મામલે વેપારી ભૂપતભાઈએ વરાછા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે હીરા દલાલ પ્રદીપ ધામેલીયા અને હીરા લેનાર વેપારી કિ૨ણ કોઠારી સામે ઠગાઈનો ગુનો કાર્યવાહી આદરી હતી. જો કે, પોલીસે હીરા દલાલ પ્રદીપની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp