કોર્પોરેટ જાયન્ટ AMNS અને સ્નાઇડર અમદાવાદ ખાતે મોટું કેમ્પસ બનાવશે
આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એનર્જી મેનેજમેન્ટ ક્ષેત્રે ગ્લોબલ લીડર સ્નાઇડર ઈલેકટ્રિકે ગુજરાતમાં અમદાવાદ ખાતે અદ્યતન કેમ્પસનું નિર્માણ કરવા માટે સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.
આ સંકુલ ન્યુ એજ મેકર્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (નેમટેક) માટે વિકસિત કરાશે, જે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાનો શૈક્ષણિક પ્રયાસ છે. જેનો ઉદ્દેશ મેન્યુફેકચરિંગ અને સસ્ટેઈનેબિલીટી ઉપર વિશેષ ભાર મુકીને હાઈક્વોલિટી એન્જીન્યરીંગ અને ટેકનિકલ શિક્ષણનું ઘનિષ્ઠ મોડલ પૂરૂ પાડવાનો છે. નેમટેક તેનું હંગામી કેમ્પસ આઈઆઈટી ગાંધીનગર ખાતે આવેલા રિસર્ચ પાર્કમાં ઓગસ્ટ 2023થી કાર્યરત કરશે.
આ સહયોગ અંગે પ્રતિભાવ આપતાં સ્નાઇડર ઈલેકટ્રિક ઈન્ડિયાના ઝોન પ્રેસિડેન્ટ-ગ્રેટર ઈન્ડિયા, એમડી એન્ડ સીઈઓ દિપક શર્મા જણાવે છે કે “આ સમજૂતિના કરારનો ઉદ્દેશ યુવાનોને પ્રોફેશનલ તાલિમ આપીને સ્માર્ટ મેન્યુફેકચરિંગ અને સસ્ટેઈનેબલ એનર્જી સેગમેન્ટનમાં પરિવર્તન લાવવાનો છે. આ વ્યુહાત્મક ભાગીદારીથી ભિન્ન પશ્ચાદભૂમિકા ધરાવતા યુવાનોને તાલિમ પૂરી પાડીને તથા તેમને ડિજિટલ સ્કીલથી સુસજ્જ કરીને નિપુણ ટેકનિશિયન્સ અને ઈજનેરો તૈયાર કરવાનો છે. આ સમજૂતિના કરારના ભાગ તરીકે ડિજિટલ સ્કીલ ધરાવતા ટેકનિશ્યન્સનુ અમે સંવર્ધન કરીશું. તે ડિજિટલ ડ્રીવન વર્લ્ડમાં અસરકારક રીતે યોગદાન આપી શકે તે રીતે તેમનું સશક્તિકરણ કરીશું. સાથે મળીને અમે એજ્યુકેશન ક્ષેત્ર મારફતે ઈન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ તૈયાર કરીને રાષ્ટ્રની વૃધ્ધિ અને વિકાસમાં યોગદાન આપીશું ”
નેમટેક અને સ્નાઇડર ઈલેક્ટ્રિક આ સહયોગ વડે લાંબા અને ટૂંકા ગાળાના એકેડેમિક પ્રોગ્રામ ડિઝાઈન કરશે. જેમાં સ્માર્ટ મેન્યુફેકચરિંગમાં પ્રોફેશનલ માસ્ટર્સ પ્રોગ્રામ અને પ્રોફેશનલ ટેકનોલોજીસ્ટ પ્રોગ્રામ્સ ઈન ઓટોમેશનથી શરૂઆત કરાશે. તેઓ અમદાવાદના કેમ્પસને સ્માર્ટ બનાવવા અને ટેકનિક લેબની ડિઝાઇન પર પણ કામ કરશે.
આ પાર્ટનરશિપ અંગે વાત કરતાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દિલિપ ઓમ્મેને જણાવ્યુ હતું કે, આ પ્રયાસ મેન્યુફેકચરીંગના ડિજિટલ યુગમાં અમારી ઈનોવેશન, આવશ્યક કૌશલ્ય અને નોલેજ ધરાવતા યુવા લોકોમાં ઈનોવેશનના સંવર્ધન માટેની કટિબધ્ધતા દર્શાવે છે. અમે સ્નાઇડર ઈલેકટ્રિક સાથે મળીને તેમના ઉદ્યોગ અંગેના જ્ઞાન અને નિપુણતા સાથે ભાગીદારી કરતાં આનંદ અનુભવીએ છીએ અને સ્થપાઈ રહેલી નેમટેક ઈન્સ્ટિટ્યુટ માટે અદ્યતન ટ્રેઈનિંગ લેબ અને સ્માર્ટ કેમ્પસ ડિઝાઈન કરવા માટે આશાવાદી છીએ.
આ પાર્ટનરશિપ એકેડેમિક અમને કેપેસીટી ડેવલપમેન્ટ ક્ષેત્રે વિવિધ પ્રોગ્રામ રજૂ કરીને સ્ટુડન્ટ સર્વિસિસ ડિલિવર કરશે અને ફેકલ્ટી મેમ્બર તરીકે ઉદ્યોગને નિષ્ણાંતો પૂરા પાડશે, ઔદ્યોગિક મુલાકાતો ગોઠવશે તથા ભારત અને વિદેશમાં ઈન્ટર્નશિપ અને રોજગાર નિર્માણની તકો ઉભી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp