અમૂલ બાદ સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કેટલા રૂપિયા
સુરતની સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ લીટર દૂધના ભાવમાં રૂ. 2નો વધારો ડેરી દ્વારા કરવામાં આવ્યો છે. 500 એમએલના દૂધના ભાવમાં રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અમૂલે ભાવ વધાર્યા બાદ સુમુલે પણ ભાવમાં વધારો કર્યો છે.
દૂધના ભાવમાં વધારો થતા એક તરફ શહેરી વિસ્તારમાં લોકોને વધુ દૂધ મોંઘુ પડશે તો બીજી તરફ પશુ પાલકો માટે આ સારા સમાચાર છે. પશુ પાલકોને છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવો પહેલાની સરખામણીએ સારા એવા મળી રહ્યા છે. એક પછી એક ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો છે. ત્યારે તેનો સિધો ફાયદો પશુપાલકોને મળી રહ્યો છે. પશુપાલકોને પણ દૂધના ભાવમાં વધારો થતા ખાસ કરીને આ વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને તેનો વધુ ફાયદો મળી રહ્યો છે.
તાજેતરમાં જ અમૂલચ દ્વારા પ્રતિ લીટર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે સુરતની સુમુલ ડેરીએ પણ આ ભાવમાં પ્રતિ લીટર રૂ. 2નો અને 500 એમએલના દૂધના પાઉચ પર રૂ. 1નો વધારો કર્યો છે. જો કે, છાસનો ભાવ અને 250 એમએલ દૂધના પાઉચ પર ભાવ યથાવત રાખ્યો છે. જેથી લીટર અને 500 એમએલ પર વધારો કરાયો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો 500 એમએલ દૂધનો સૌથી વધુ ઉપયોગ કરે છે.
અમૂલે 6 મહિનામાં બીજીવાર વધારો કરતા 1 એપ્રિલથી નવો ભાવ અમલી કરતા ગોલ્ડની 500 એમએલની થેલીનો રૂ. 1 વધારતા રૂ.32માં પડી રહી છે તો લીટરમાં 2 રુપિયાનો વધારો કર્યો છે. અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના હવે 60 રુપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp