AM/NS Indiaએ મેંન્ગ્રોવ્સ પ્લાન્ટેશન શરૂ કર્યું

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ વિશ્વના બે સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકો, ભરૂચ જિલ્લાના દરિયાકાંઠે આવેલા નાડા ગામમાં મેંન્ગ્રોવ્સ વૃક્ષોના પ્લાન્ટેશનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારના રક્ષણ માટે જંબુસર તાલુકામાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલરૂપે અને પર્યાવરણીય સંરક્ષણની પ્રતિબદ્ધતા સાથે AM/NS India દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. AM/NS India દરિયાકાંઠાના 50 હેક્ટર વિસ્તારમાં આશરે 1.50 લાખ મેંન્ગ્રોવ્સનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 

મેંન્ગ્રોવ્સ પ્લાન્ટેશન અભિયાનની શરૂઆત AM/NS India ના એન્વાયરમેન્ટ હેડ શંકરા સુબ્રમણ્યન તથા AM/ NS India અને Indonesiaના HSE હેડ સારંગ મહાજનના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સરકારી અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જંબુસર તાલુકાના વન અધિકારીઓ, જંબુસર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી (TDO) અને આસરસા ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલનની પ્રશંસા કરી હતી.
મેંન્ગ્રોવ્સ દરિયાકાંઠાની ઇકોસિસ્ટમના જાળવણી માટે મહત્વપૂર્ણ છે. આ વૃક્ષો નદીમુખ, ડેલ્ટા અને લગૂનના આંતર ભરતી ઝોનમાં ઉગે છે, જે દરિયાકાંઠાના ધોવાણ સામે રક્ષણાત્મક અવરોધ તરીકે કામ કરે છે અને મોજા, ભરતી અને તોફાનની અસરોથી જમીનનું રક્ષણ કરે છે. તદુપરાંત, મેન્ગ્રોવ્સ વિવિધ પ્રકારના વન્યજીવન માટે નિવાસસ્થાન પુરૂ પાડે છે. જેમાં પક્ષીઓના માળા, માછલીઓની નર્સરી અને વિવિધ દરિયાઈ પ્રાણીઓ માટે આશ્રયસ્થાનોનો સમાવેશ થાય છે.
"મેંન્ગ્રોવ્ઝના ઇકોલોજીકલ મહત્વને ઓળખીને AM/NS Indiaએ હેક્ટર દીઠ આશરે 3,000 મેંન્ગ્રોવ્સનું વાવેતર કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે," AM/NS Indiaના CSR હેડ ડૉ. વિકાસ યાદવેન્દુ એ જણાવ્યું હતું. "આ પ્રોજેક્ટનું ઝીણવટપૂર્વક આયોજન અને અમલીકરણ કરીને કંપની ભરૂચ જિલ્લાની દરિયાકાંઠાની જૈવવિવિધતાને પુનઃસ્થાપિત કરવા અને વધારવા માંગે છે, જેનાથી આ પ્રદેશના એકંદર પર્યાવરણીય સ્વાસ્થ્યમાં યોગદાન મળે."
AM/NS India આ CSR પ્રયાસ દ્વારા ટકાઉ વિકાસ અને પર્યાવરણીય સંભાળ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મેંન્ગ્રોવની જાળવણીમાં સક્રિયપણે ભાગ લઈને કંપની આબોહવા પરિવર્તનને ઘટાડવા, કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા અને સ્થાનિક વસ્તીની સામાન્ય સુખાકારીને વધારવા માટે અર્થપૂર્ણ પગલાં લઈ રહી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.