આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ 377 વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ આપી

વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક - આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલનું સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) – આજે એક સન્માન સમારંભમાં 377 વિદ્યાર્થીનીઓને બેટી પઢાઓ સ્કોલરશિપ એનાયત કરી છે.

વિમ વેન ગર્વન, ડાયરેક્ટર & વીપી – ઓપરેશન્સ, આશુતોષ તેલાંગ, ડાયરેક્ટર & વીપી – એચઆર & એડમિન, કેઈજી કુબોટા, ડેપ્યુટી ડાયરેક્ટર – એચઆર & એડમિન, ડો.અનિલ મટૂ, હેડ – એચઆર ઓપરેશન્સ, આઈઆર, એડમિનિસ્ટ્રેશન, સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર – પ્રોજેક્ટ્સ, હજીરા અને ડો. વિકાસ યાદવેન્દુ, હેડ - સીએસઆરની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન દિલિપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ & એન્વાયરોમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, વોટર રિસોર્સિઝ & વોટર સપ્લાય, ગુજરાત સરકાર, સંદીપ દેસાઈ, ધારાસભ્ય, ચૌર્યાસી તથા અજય તોમર, પોલીસ કમિશનર, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.

મુકેશ પટેલ & શ્રી સંદીપ દેસાઈએ વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ એનાયત કરી હતી. એએમ/એનએસ ઈન્ડિયાના મુખ્ય સીએસઆરના પ્રોજેક્ટ બેટી પઢાવો સ્કોલરશીપનો ઉદ્દેશ શિક્ષણ માટેની આર્થિક ખેંચતાણને ઓછી કરીને આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક મહેચ્છાઓ પૂર્ણ કરવાનો છે. આ પહેલ છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયત્નો સાથે જોડાયેલી છે.

હજીરા કે જ્યાં એએમએનએસ ઈન્ડિયાનો મુખ્ય પ્લાન્ટ સ્થિત છે, તેમજ તેની આસપાસમાં આવેલા ગામોની ધોરણ-9થી લઈને ગ્રેજ્યુએશન કરી રહેલી વિદ્યાર્થીનીઓને કે જેઓ આઈઆઈટી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, મેડીકલ, પ્રોફેશનલ કોર્સ અને હાયર સેકન્ડરી શિક્ષણ ઉપરાંત અન્ય અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવી છે.

એએમ/એનએસ ઈન્ડિયાએ આ સ્કોલરશીપ આગળ ધપાવવા માટે પ્રોટેઈન ઈગવર્નમેન્ટ ટેકનોલોજી સાથે જોડાણ કર્યું છે. પ્રોટેઈન વિદ્યા સારથી યોજના એ એક પાયોનિયરીંગ કોર્પોરેટસ સ્કોલરશીપ મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે, જેનું એપ્લિકેશન, વેલીડેશન, સ્કોલરશીપ એલોકેશન અને ભંડોળના વિતરણ સહિત સમગ્ર કામગીરી એએમ/એનએસ સ્કોલરશીપમાં સમાવેશ પામે છે.

આ પહેલ માટે એએમ/એનએસ ઈન્ડિયાની પ્રશંસા કરતા, મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ & એન્વાયરોમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, વોટર રિસોર્સિઝ & વોટર સપ્લાય, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંન્ને શિક્ષણ દ્વારા બાળકીઓને સશક્ત બનાવવાના કાર્યને સૌથી વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. મોટી ખાનગી કંપનીઓના સમર્થનથી મહિલાઓને તેમની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવાનો માર્ગ મોકળો કરીને તકોને વધુ વિસ્તૃત કરી શકાય છે.

દિલિપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ જણાવ્યું કે, “આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનીઓને તેમની શૈક્ષણિક આકાંક્ષાઓને આગળ વધારવના માર્ગ તરીકેની ભૂમિકા ભજવશે. આ પહેલ તેમને શિક્ષણના પથ પર ટકાવી રાખવા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે રાષ્ટ્રને સશક્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારતભરમાં અમારા ઓપરેશનલ વિસ્તારોની આસપાસના લાયક ઉમેદવારોને ટેકો આપવા માટે આવી વધુ શિષ્યવૃત્તિઓ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું.

પાર્ટનરશીપ અંગે વાત કરતાં ગોપાકુમાર ટી.એન, ચીફ બિઝનેસ ઓફિસર, પ્રોટેઈન ઈગવર્નમેન્ટ ટેકનોલોજી એ જણાવ્યું કે, “અમે એએમ/એનએસ ઇન્ડિયા સ્કોલરશીપ ડિલિવરી પ્લેટફોર્મમાં ભાગીદારી કરતાં આનંદ અનુભવીએ છીએ. પ્રોટેઈન વિદ્યા સારથી નો ઉદ્દેશ ભારતના લાખો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે સ્કોલરશીપ ઉપલબ્ધ કરવાનો છે. પ્રોટેઈન ખાતે અમે વસ્તી માટે વ્યાપકપણે અમારું મિશન હાથ ધરીને સામાજિક અને નાણાંકીય સમાવેશ માટે સમર્પિત છીએ. આ સહયોગ અમારી મજલનું નોંધપાત્ર સિમા ચિહ્ન બની રહેશે.

હજીરામાં 322 વિદ્યાર્થીનીઓ ઉપરાંત ઓડીશા, વિશાખાપટ્ટનમ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ આ યોજના હેઠળ સ્કોલરશીપ એનાયત કરવામાં આવશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.