આ તારીખે બેંકોની હડતાળ, તમારી વ્યવસ્થા પહેલીથી કરી રાખજો
આ સમાચાર તમારા માટે ખાસ કામના છે. 4 ડિસેમ્બર 2024થી 11 ડિસેમ્બર 2024 સુધી બેંકાનો કર્મચારીઓ હડતાળ પર ઉતરવાના છે એટલે તમારે બેકીંગ વહેવારો એ પ્રમાણે ગોઠવી દેવા જેથી હડતાળના દિવસોમાં તમને મુશ્કેલી ઉભી ન થાય.
ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોયીસ એસોસિયેશને એક નોટેફિકેશન બહાર પાડીને હ઼ડતાળની જાણકારી આપી છે.જો કે રાહત એ વાતની છે કે આઠેય દિવસ બધી બેંકો બંધ નથી રહેવાની. અલગ અલગ તારીખે બેંક કર્મચારીઓ હડતાળ પાડશે. 4 ડિસેમ્બર SBI, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક. 5 ડિસેમ્બરે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા. 6 ડિસેમ્બરે કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક, 7 ડિસેમ્બરે ઇન્ડિયન બેંક, યુકો બેંક. 8 ડિસેમ્બરે યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રના કર્મચારીઓ હડતાળ પાડશે, 9 અને 10 ડિસેમ્બર શનિ-રવિની રજા આવશે. 11 ડિસેમ્બરે ખાનગી બેંકના કર્મચારીઓ હડતાળ પાડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp