અદાણી ઈલેક્ટ્રીસીટી-અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દહાણુમાં પશુદાન કાર્યક્રમ

PC: Khabarchhe.com

અદાણી ઇલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશને દહાણુના આદિવાસી પરિવારોને આજીવિકા પૂરી પાડવા માટે વધુ એક સરાહનીય કામ કર્યુ છે. આદિવાસીઓને સ્થાયી આવક મળી રહે તે માટે તેમને પશુદાન કરવામાં આવી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રીસિટી સંકલિત આદિવાસી વિકાસ કાર્યક્રમ ADTPS હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ દ્વારા 1,100 આદિવાસી ખેડૂતોને લાભ થયો છે. આદિવાસીઓની આવકમાં વધારો કરવા આદિવાસી ખેડૂતોને ગાય અને બળદનું દાન કરવામાં આવ્યું છે. ગાયનાં દૂધથી તેમના બાળકોને પૌષ્ટિક ખોરાક મળી રહેશે અને વધારાના દૂધનું વેચાણ કરતા આવક પણ મળશે. જ્યારે બળદ તેમના ખેતરો ખેડવામાં તેમજ બળદગાડા દ્વારા ખેત પેદાશોને સ્થાનિક બજારમાં લઈ જવા જેવી પરિવહનની જરૂરિયાત પણ પૂરી પાડશે.

મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓમાંના એક દહાણુમાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રીસિટી દ્વારા આદિવાસીઓનું જીવનધોરણ સુધારવા કામ થઈ રહ્યું છે. બેઉ સંસ્થાઓ દ્વારા ખેડૂતોને બાગ-બગીચાઓ વિકસાવવા તેમજ પૂરક આવક મેળવવા મદદ કરવામાં આવે છે. ITDP કાર્યક્રમ દ્વારા આદિવાસી ખેડૂતોને પૂર્ણકાલીન રોજગારી મળતા તેમનું સ્થળાંતર અટકાવવામાં સફળતા મળી છે. ADTPS કર્મચારી વસાહતોને દૂધ અને દૂધની બનાવટો પૂરી પાડતા પશુઓ માટે શેડની જાળવણી કરે છે. શેડમાં રહેતા પશુઓને પ્લાન્ટના ફાર્મમાંથી ઉત્પાદિત ઓર્ગેનિક ફીડ આપવામાં આવે છે, જેનાથી કર્મચારીઓને શુદ્ધ ઓર્ગેનિક દૂધ મળી રહે છે. વળી ADTPS પરિસરના પશુઓની સંતતિ આદિવાસી ખેડૂતોને એક વર્ષની ઉંમર બાદ દાન કરવામાં આવે છે.
સરવલી ગામના ખેડૂત વિરેન્દ્ર પટેલે જણાવે છે કે અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી બળદની જોડીથી મને ઝડપી ખેતી કરવામાં મદદ મળી છે, વળી ગાયના દૂધ થકી વધારાની આવક પણ મળી રહી છે.

ADTPS પ્રવક્તા જણાવે છે કે, અમે જે સમુદાયોમાં કામ કરીએ છીએ તે સહજીવન અને સહઅસ્તિત્વમાં દૃઢ વિશ્વાસ રાખે છે, અમારી આસપાસના લોકોને મદદ કરવાનો અમારો પ્રયાસ અદાણી ગ્રૂપના ધ્યેય વાક્ય ગ્રોથ વિથ ગુડનેસનો એક ભાગ છે. આદિવાસી ખેડૂતોને પશુદાન કરવાથી તેમને સ્થાયી આજીવિકા મળી રહેશે અને મોસમી સ્થળાંતર અટકાવી શકાશે. અદાણી ફાઉન્ડેશન દેશના 2,409 ગામડા અને શહેરોમાં સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp