ગુજરાતના આ 3 શહેરોની 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપતા મુખ્યમંત્રી
અમદાવાદની 9 અને સુરત તથા ભાવનગરની 2 મળી 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.
અમદાવાદમાં 26.60 હેક્ટર્સમાં નિર્માણ થશે 23700થી વધુ EWS આવાસ, બાગ બગીચા રમત મેદાનો માટે 25.05 હેક્ટર જાહેર સુવિધા માટે 20.73 હેક્ટર જમીન મળશે. આંતર માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અંદાજે 89.95 હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે. સુરત અને ભાવનગરમાં કુલ 20.40 હેક્ટરર્સ જમીનની સંપ્રાપ્તિ થશે.
મુખ્યમંત્રીએ સુરતની પ્રિલિમિનરી ટી.પી. 57- પાંડેસરાને આપેલી મંજૂરીના કારણે EWS આવાસ, જાહેર સુવિધા તથા રમતગમતના મેદાન, બાગ-બગીચા અને આંતરમાળખાકીય સુવિધા ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુ માટે એમ કુલ 3.48 હેક્ટરર્સ જમીન સંપપ્રાપ્ત થશે.
સુરતમાં 0.63 હેક્ટરર્સ જમીન પર 567 આવાસ આ સ્કીમમાં નિર્માણ પામશે.
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ-32 શામપરા -સીદસર પણ ભુપેન્દ્ર પટેલે મંજૂર કરી છે.
ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાથી 3.74 હેક્ટર્સમાં 3300 EWS મકાનો બની શકશે.
એટલું જ નહીં, આંતરમાળખાકીય સવલતોના વિકાસ ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુસર અંદાજે 4.54 હેક્ટર્સ જમીન સહિત સમગ્રતયા 16.92 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે.
મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ અને સુવિધાપૂર્ણ શહેરી વિકાસની નેમ સાથે ટી.પી. ડી.પી.ને મંજૂરી આપવાના આ અભિગમ અપનાવીને ઝડપી સમુચિત વિકાસની નવી દિશા કંડારી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp