અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે હવે વધુ મોટી જગ્યા

PC: Khabarchhe.com

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવાનું કાર્ય અવિરત જારી છે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિક વચ્ચે મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવને સુનિશ્ચિત કરવા ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગુરુવારે SVPI એરપોર્ટ પર હાલની ક્ષમતા કરતાં બમણી કરતાં બમણી ક્ષમતા ધરાવતા ડોમેસ્ટિક ટર્મિનલ પર નવો સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA) ખુલ્લો મુકવામાં આવ્યો છે.

SVPI એરપોર્ટ પર 19 ફેબ્રુઆરી 2023ના રોજ 37960થી વધુ મુસાફરોના આવાગમન સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. કોવિડ બાદ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. SVPI એરપોર્ટ પર છેલ્લા બે વર્ષથી ક્ષમતા વધારવા માટે કેટલીય સેવાઓ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. ડોમેસ્ટિક ટર્મિનલ ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ નવા SHA અગાઉના SHA વિસ્તારની તુલનામાં બમણી ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં બે નવા બસ બોર્ડિંગ ગેટ કાર્યરત થયા છે અને નવા SHA સાથે કનેક્ટેડ છે. વળી 1400 જેટલા SQM સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ઝડપી પેસેન્જર વેરિફિકેશન માટે ચાર ઈ-ગેટ છે, વધારાના એક્સ-રે મશીનો સાથે સિક્યોરીટી ચેક માટે મોટો વિસ્તાર અને મેટલ ડિટેક્ટર દરવાજા છે.મુસાફરોની સરળ અવરજવર માટે કતારનો વિસ્તાર લગભગ 50% સુધી વધારવામાં આવ્યો છે. સુરક્ષા તપાસ બાદ બેઠક ક્ષમતા ચાર ગણી વધીને 160થી 648 થઈ ગઈ છે. બહોળી કાર્યક્ષમતા સાથે ઉન્નત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડોમેસ્ટિક ટર્મિનલથી બહુવિધ પ્રસ્થાનોને સમાવવામાં મદદરૂપ થશે.



તાજેતરમાં SVPI એરપોર્ટે છ લેન નવા આગમન પિક-અપ વિસ્તારને કાર્યરત કર્યો છે. એટલું જ નહીં, પીકઅપ ડ્રોપ વિસ્તાર હવે ટર્મિનલના નવા વોકવે સાથે જોડાયેલો છે. બંને ટર્મિનલ પર ઘણા નવા પેસેન્જર વિસ્તારો વધારવામાં આવ્યા છે. અગ્રેસર ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત, રાષ્ટ્રીય વિકાસમાં અગ્રેસર છે. વળી અમદાવાદ સ્ટ્રેટર્જીક લોકેશન તેમજ છેલ્લા બે દાયકાઓથી ઝડપી અને સમાવેશી વિકાસનાં કારણે કેન્દ્ર સ્થાને છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રસ્તાવિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટેનો પ્રયાસ એક વ્યવહારુ અને સ્થાયી બિઝનેસ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. જેમાં બ્રાન્ડના ધ્યેય વાક્ય સાથે એરપોર્ટના કેચમેન્ટ એરિયાને વધારવો, અંદાજિત ટ્રાફિક અનુસાર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું, સલામત અને કાર્યક્ષમ એરપોર્ટ ઓપરેશન્સ સુનિશ્ચિત કરવા વગેરે સામેલ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp