ખેડૂતનો જુગાડ, જુની બાઇકને જોડીને ટ્રેક્ટર બનાવ્યું, લોકોએ કહ્યું- અમને પણ જોઇએ

PC: thelallantop.com

દેશમાં અનેક ભેજાબાજ લોકો છે, એ વાત સોશિયલ મીડિયાને કારણે વધારે બહાર આવી રહી છે. પહેલા લોકોને વાતની થબર નહોતી પડતી. એક ખેડૂતે ભેજું લગાવીને એવો જુગાડ કર્યો છે કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના જુગાડની પ્રસંશા કરી રહ્યા છે. જૂના બાઇકનો ઉપયોગ કરીને ખેડૂતે ટ્રેકટર બનાવ્યું છે જે લોકોને પસંદ આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થાય છે, લોકો આવા વીડિયો પસંદ પણ કરે છે. તેમાંથી જુગાડના વીડિયો હંમેશા લોકોને આશ્ચર્યચકિત કરે છે. કેટલાક જુગાડ સાથે જંક મોટરસાઇકલને ઇલેક્ટ્રિક બાઇકમાં રૂપાંતરિત કરે છે, જ્યારે કેટલાક આ જુગાડમાંથી ઝાડ પર ચડતા સ્કૂટર બનાવે છે. આવો જ એક ચોંકાવનારો જુગાડુનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખેડૂતે જુગાડ વડે જૂની બાઇકને ટ્રેક્ટરમાં ફેરવી છે. આ માત્ર શો પીસ માટેનું ટ્રેક્ટર નથી, પરંતુ તેનાથી ખેડૂતનું દરેક કામ સરળતાથી થઈ રહ્યું છે. આ જુગાડુ ટ્રેક્ટરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક વ્યક્તિએ પોતાની જૂની સ્પ્લેન્ડર બાઇકને મોડીફાઇ કરીને મિની ટ્રેક્ટરમાં બદલી નાખ્યું છે.

ખેડૂતે બાઇક પાછળ થોડા પૈસા ખર્ચીને ઘરે જ જુગાડ લગાવીને ટ્રેક્ટર બનાવ્યું છે. બાઇકમાંથી પાછળનું ટાયર કાઢી નાખવામાં આવ્યું છે અને તેને ખેતરનું હળ લગાવી દીધું છે.આ સાથે બાઇકને બે ટાયર જોડીને મિની ટ્રેક્ટરનો લુક આપવામાં આવ્યો છે.

બાઇકને ટ્રેકટરમાં બદલ્યા પછી આ ખેડૂત પોતાના ખેતરમાં ખેતી પણ કરી રહ્યો છે. જે રીતે ગરમીથી બચવા માટે ટ્રેકટરમાં એક છત્રી હોય છે તે રીતે ખેડૂતે આ મિની ટ્રેકટરમાં એક શેડ લગાવ્યો છે.

ખેડૂતના આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થ રહ્યો છે. લોકો તેના આ પ્રયાસની પ્રસંશા કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર krishna_krishi_yantraનામના પેજ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જુગાડ કરીને ટ્રેકટર બનાવનાર ખેડૂતનું નામ જાણવા મળ્યું નથી.

એક યુઝરે લખ્યું ખે મગજ હોય તો વ્યકિત કઇ પણ કરી શકે છે. એક યૂઝરે લખ્યું કે ભાઇએ તો બધા એન્જિનિયરને માત આપી દીધી છે. તો એકે લખ્યું કે ઓછા ખર્ચમાં શાનદાર ટ્રેકટર છે. એક યૂઝરે લખ્યું કે મને પણ આવું ટ્રેકટર જોઇએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp