રાજકોટમાં ડુંગળી વેચવા ગયેલા ખેડૂતોને સામેથી રૂપિયા ચૂકવવા પડ્યા, બિલ વાયરલ

PC: khabarchhe.com

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા ગયા પરંતુ રૂપિયા વધુ મળવા જોઈએ તેના બદલે સામે ચૂકવવા પડ્યા હતા. ઘાટ કરતા ઘડામણ મોંઘી થઈ જેવો ઘાટ સર્જાયો હતો. ડૂંગળીના રૂપિયા કરતા ભાડું ટેમ્પોનું વધુ થયું હોવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

ડુંગળી અત્યારે રાતા પાણીએ ખેડૂતોને રડાવી રહી છે. ભાવ ના મળવાના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. જેના બિલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જે બિલ મળ્યું તે બિલ પણ વાયરલ થતા પરિસ્થિતિ ખેડૂતોની સામે આવી છે. આ પ્રકારની સ્થિતિમાં ખેડૂત કેવી રીતે ઉભો થઈ શકે છે. ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ ખેડૂતોને આખું વર્ષ મહેનત કરવા બદલ પાકના ભાવ સામાન્ય મળી રહ્યા છે.

માર્કેટ યાર્ડમાં 1 રૂપિયા આસપાસ કિલો ડૂંગળી

ડૂંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજકોટમાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડૂંગળી વેચવા ગયા હતા. 1 રૂપિયાના ભાવે માર્કેટ યાર્ડમાં કિલો ડૂંગળી ખરીદવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ યાર્ડોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.

ડુંગળી પકવતા ખેડૂતોનું વેચાણનું બિલ પણ આ મામલે વાયરલ એટવા માટે થઈ રહ્યું છે કેમ કે, એક રૂપિયાના ભાવે કિલો ડુંગળી વેચી હતી. 472 કિલો ડુંગળીના ભાવ 495 રૂપિયા મળ્યા હતા. જ્યારે ભાડુ ટેમ્પામાં લાવ્યા હોવાથી 626 થયું હતું. ભાડું સહીત અન્ય ખર્ચ મળીને થયો 626 થતા લેવાના બદલે 131 ચૂકવવા પડ્યા હતા જેથી આ બિલ પણ વાયરલ થયું હતું. આ પ્રકારના મફતના ગણ્યા ગાંઠ્યા ભાવ મળતા ખેડૂતોમાં પણ સખત નારાજગી જોવા મળી રહી છે. રૂપિયા લેવાના બદલે ચૂકવતો જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. જેની સામે મોંઘવારી ખૂબ વધી રહી છે. તો ખેડૂતોને તેનું વળતર શા માટે નથી મળી રહ્યું.

ડૂંગળીની જેમ બટાકાના ભાવો પણ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી આ મામલે સરકારે અત્યારે પુરતો દિલાશો આપીને આ મામલે વિચારણા કરીશું તેવું ચોક્કસથી કહ્યું છે પરંતુ નિર્ણય ના લેવાય ત્યાં સુધી આ સ્થિતિ જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp