Four Pillars Media હવે તમામ ડિજિટલ સર્વિસ એક છત નીચે આપશે

આજના ખૂબજ સ્પર્ધાત્મક વિશ્વમાં દરેક કંપની, કોર્પોરેટ્સ અને બ્રાન્ડ્સને તેમના ક્લાયન્ટ્સ સુધી પહોંચવા માટે પરંપરાગત માધ્યમોની સાથે-સાથે ડિજિટલ માર્કેટિંગની મહત્વતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ક્ષેત્રે બિઝનેસની અપાર તકોને સાંપડવાના ઉદ્દેશ્ય સાથે શહેરની અગ્રણી Four Pillars Media એજન્સીએ તેના ફૂડ, લાઇફસ્ટાઇલ, જ્વેલરી, રોક્સ, ઇવેન્ટ્સ, એજ્યુકેશન, ફાઇનાન્સ વગેરે ક્ષેત્રના ક્લાયન્ટ્સને એક જ છત નીચે તમામ સર્વિસિસ ઓફર કરવાની કટીબદ્ધતા દોહરાવી છે.

કંપનીએ સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિઝાઇનિંગ, મીડિયા પ્લાનિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ, પર્ફોર્મન્સ માર્કેટિંગ, પ્રોડક્શન, પીઆર અને કમ્યુનિકેશન સહિતની ઓફરિંગની વિશાળ શ્રેણી ક્લાયન્ટ્સ સમક્ષ રજૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે આજે ક્લાયન્ટ્સ એક જ એજન્સી પાસેથી તમામ પ્રકારની સર્વિસિસની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી તેમની કામગીરી સુચારૂઢબે આગળ વધે તથા તેઓ ગ્રાહકો સુધી પહોંચવાના તેમના લક્ષ્યને સરળતાથી હાંસલ કરી શકે. આ પરિસ્થિતિને જોતાં Four Pillars Media એજન્સી દ્વારા ઓફર કરાતી વિવિધ સર્વિસિસ તેમને કોઇપણ સમસ્યાઓનો સામનો કર્યાં વગર તેમના લક્ષ્યને હાંસલ કરવામાં ઉપયોગી બની રહે છે.

કંપનીની પ્રોડક્ટ્સની શ્રેણી વિશે વાત કરતાં Four Pillars Mediaના સ્થાપકે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં માર્કેટિંગની સમગ્ર પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આજે ક્લાયન્ટ્સ પરંપરાગત માર્કેટિંગના ટુલની સાથે-સાથે ડિજિટલ માર્કેટિંગ ઉપર વધુ ધ્યાન આપી રહ્યાં છે તથા તેના માટે બજેટમાં નોંધપાત્ર ફાળવણી પણ કરી રહ્યાં છે. આજે ડિજિટલ માર્કેટિંગ ક્લાયન્ટ્સ અને સંભવિત ગ્રાહકો સુધી પહોંચવાનું એક મજબૂત ટુલ તરીકે ઉભરી આવ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે અમારા દ્વારા ઓફર કરાતી તમામ સર્વિસિસિ ગ્રાહકોની ક્વોલિટીની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરશે. આગામી સમયમાં અમે અમારી કામગીરી ગુજરાત અને દેશના બીજા પ્રદેશોમાં પણ વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.