ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપશે 50 ટકા સબસિડી, જાણો કઈ રીતે મળશે ફાયદો

PC: google.com

મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે કાર્યરત છે. ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે સરકાર ઘણી યોજના લાવી છે. ખેડૂતોને ખેતી કરવા માટે ઘણા પ્રકારના મશીનોની પણ જરૂરિયાત પડે છે. એવમાં ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપવાની યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાને PM કિસાન ટ્રેક્ટર યોજનાના નામથી ઓળખવામાં આવે છે. આવો તો આ PM કિસાન ટ્રેક્ટર યોજના બાબતે વિસ્તારથી જાણીએ.

ખેડૂતોને ખેતી કરવા માટે ટ્રેક્ટરની ખૂબ જ જરૂરિયાત છે પરંતુ ભારતમાં ઘણા ખેડૂત એવા છે જેમની પાસે આર્થિક તંગીના કારણે ટ્રેક્ટર નથી. એવી વિકટ પરિસ્થિતિમાં તેઓ ટ્રેક્ટર ભાડે લે છે અથવા તો બળદનો પ્રયોગ કરે છે. એવામાં સરકાર ખેડૂતોની મદદ માટે આ યોજના લઈને આવી છે. PM કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ ખેડૂતોને અરધી કિંમતે ટ્રેક્ટર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર સબસિડી ઉપલબ્ધ કરાવે છે. તે હેઠળ કોઈ પણ કંપનીનો ટ્રેક્ટર અરધી કિંમતે ખરીદી શકો છો. બાકી અરધા પૈસા સરકાર સબસિડી તરીકે ઉપલબ્ધ કરાવશે.

એ સિવાય કેટલીક રાજ્ય સરકારો પણ ખેડૂતોને પોત-પોતાના સ્તર પર ટ્રેક્ટરો પર 20થી 50 ટકા સુધી સબસિડી ઉપલબ્ધ કરાવે છે. સરકાર તરફથી આ સબસિડી એક ટ્રેક્ટર ખરીદવા પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના એ ખેડૂતો માટે છે જેમની પાસે વધારે જમીન નથી હોતી કે પછી નાની ખેડાણવાળા ખેડૂત છે. સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીમાં નફા વધારાનો બિઝનેસ બનાવવા માટે આ ઉપાય કરી રહી છે. હરિયાણા સરકાર પ્રદૂષણ મુક્ત ખેતી કરવા માટે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ખરીદી કરવા પર 25 ટકા છૂટ આપી રહી છે. હાલમાં આ છૂટ 600 ખેડૂતોને આપવામાં આવવાની છે.

અરધી કિંમત પર ટ્રેક્ટર મેળવવાની શરતો:

ટ્રેક્ટર પર 50 ટકા સબસિડીનો અર્થ છે કે તમને અરધી કિંમતમાં જ ટ્રેક્ટર મળી જશે. જોકે તે માટે કેટલીક શરતો પણ છે.

  • છેલ્લા 7 વર્ષમાં ખેડૂતે કોઈ ટ્રેક્ટર ન ખરીદ્યો હોય.
  • ખેડૂત પાસે તેના નામની જમીન હોવી જોઈએ.
  • માત્ર એક જ વખતે ટ્રેક્ટર પર સબસિડી મળશે.
  • ટ્રેક્ટર પર સબસિડી મેળવનારો ખેડૂત અન્ય કોઈ સબસિડી સાથે જોડાયેલો ન હોવો જોઈએ.
  • પરિવારની માત્ર એક જ વ્યક્તિ ટ્રેક્ટરની સબસિડી માટે અરજી કરી શકે છે.

કઈ રીતે મળશે ટ્રેક્ટર પર સબસિડી?

જો તમે ટ્રેક્ટર પર સબસિડી મેળવવા માગતા હો તો પહેલા એ ચેક કરો કે તમે સબસિડી મેળવવા માટે પાત્ર છો કે નહીં? ત્યારબાદ આ યોજના માટે ઓનલાઇન કે ઓફલાઇન રીતે અરજી કરી શકો છો. આ યોજના માટે અરજી કરવા માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) સેન્ટર કે ઓફલાઇન અરજી કરી શકો છો. કેટલાક રાજ્ય આ યોજનામાં આવેદનની ઓનલાઇન સુવિધા પણ આપી રહ્યા છે જેમાં બિહાર, ગોવા, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સામેલ છે. આ યાજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજના રૂપમાં ખેડૂત પાસે આધાર કાર્ડ, જમીનના કાગળો, બેંક ડિટેલ, પાસપોર્ટ સાઈઝના ફોટા હોવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp