- Kutchh
- જૂનાગઢ યાર્ડમાં ખટમીઠી તુરી ખાખડીના શ્રીગણેશ, સીઝનની પ્રથમ ખાખડીની 100 કિલો આવક
જૂનાગઢ યાર્ડમાં ખટમીઠી તુરી ખાખડીના શ્રીગણેશ, સીઝનની પ્રથમ ખાખડીની 100 કિલો આવક
કેરીના શોખીનો માટે આનંદદાયક સમાચાર હોય તેમ જૂનાગઢ શાકભાજી યાર્ડમાં આજે કાચી કેરીની વિધિવત આવક નોંધાઈ હતી. જૂનાગઢમાં અમુક વિસ્તારોમાં ખાખડીનું વેચાણ થતું જોવા મળતું હતું, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની પ્રથમ ખાખડીની 100 કિલો આવક નોંધાઈ હતી.
આજે પ્રતિ કિલો 250 થી 350 ના ભાવે હરાજી કરવામાં આવી હતી. જૂનાગઢમાં એકલ લોકલ વિસ્તારોમાં ખાખડીનું વેચાણ થયું હતું, પરંતુ પૂરતો સ્ટોક ન હોવાને લીધે ખાખડીના શોખીનો ખરીદી કરી શકતા ન હતા. યાર્ડમાં ખાખડીનું વિધિવત આગમન થતા શહેરીજનોને ખરીદી કરવામાં સરળતા મળશે સિઝનની પ્રથમ ખાખડીનું માર્કેટિંગ યાર્ડમાં 350 રૂપિયા કિલો સસ્તા ભાવે વેચાણ થયું હતું, પરંતુ બજારમાં લોકોની માંગને પગલે શાકભાજીના વેપારીઓ દોઢથી બે ગણા વધુ ભાવે નફાખોરી કરતા લોકોને ગરજનો ભાવ આપવા પણ મજબૂર થવું પડ્યું હતું.

શાકભાજી યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ આજે સિઝનની પ્રથમ ખાખડીનું તાલાળા ગીર વિસ્તારમાંથી આવી હતી. પ્રતિ કિલો 250 થી 350 ના ભાવે હરાજી કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં ખાખડીની આવક વધુ થશે.

