ખેડૂતોને મોદી સરકારની ભેટ ડાંગર, અડદ, ચણા, મગદાળના MSPમાં તોતિંગ વધારો કરાયો

દાળની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે દેશમાં ઉત્પાદન વધારવાના હેતુથી મોદી સરકારે ચણા,મગ અને અળદની દાળના મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) માં તોતિંગ ભાવમાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકના MSPમાં વધારાને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ચણાની દાળની MSP 400 રૂપિયા વધારીને 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. અડદની દાળની MSP પણ 350 રૂપિયા વધારીને 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મગની MSP 10.4 ટકાના વધારા સાથે 7755 રૂપિયાથી વધારીને 8558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.

કેબિનેટે કહ્યું છે કે 2023-24ની માર્કેટિંગ સીઝન માટે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, જેઓ વધુ કઠોળની વાવણી કરવા પ્રેરિત થશે અને ઉપજની ઊંચી કિંમત મેળવશે. વેપારીઓથી લઈને મિલરો સુધી, સરકાર પાસે દાળના MSPમાં વધારો કરવાની માંગ કરી હતી જેથી કરીને દેશમાં ચણા દાળનું વધુ ઉત્પાદન થઈ શકે.

છેલ્લા કેટલાક મહિનામાં ચણાનીદાળના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. હાલમાં ચણાની દાળની MSP મગની દાળના MSP કરતા 7755 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછી છે. દેશમાં ચણાની દાળના વપરાશને પહોંચી વળવા માટે, સ્થાનિક બજારમાં વધતા ભાવને રોકવા માટે સરકારે 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ચણાની દાળનો વધારાનો જથ્થો આયાત કર્યો છે.

ડાંગર જેવા અન્ય ખરીફ પાકોની MSP 2040 રૂપિયાથી વધારીને 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ગ્રેડ A ડાંગરની MSP 2060 રૂપિયાથી વધારીને 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. મકાઈની MSP 1962 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 2090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. કપાસના MSPમાં 9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

મગફળીના MSPમાં 9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય વાણિજ્ય, ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં MSPમાં આ વર્ષે સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારે ખર્ચ કરતાં MSP 50 ટકા વધુ રાખવાનો નિર્ણય લીધો હતો. અને તે મુજબ MSPમાં વધારો કરવામાં આવ્યો છે.

મંગળવારે, 6 જૂન, 2023 ના દિવસે સરકારે દેશમાં કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક મોટી જાહેરાત કરી હતી. પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ, સરકારે વર્ષ 2023-24 માટે ચણા, અડદ અને મસૂર કઠોળની ખરીદી માટે 40 ટકાની મર્યાદા નાબૂદ કરી છે. હવે ખેડૂતો પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ સરકારને ગમે તેટલી કઠોળ વેચી શકે છે. સરકારના આ નિર્ણય બાદ આ ખરીફ સિઝન અને આગામી રવી સિઝનમાં આ કઠોળની વાવણી વધવાની આશા છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.