ટામેટાએ ખેડૂતને બનાવી દીધો ધનવાન, 45 દિવસમાં કરી 4 કરોડ રૂપિયાની કમાણી

આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના એક ખેડૂત ચંદ્રમૌલી ચર્ચાઓમાં છવાયો છે. જેણે 45 દિવસોમાં ટામેટાં વેચીને 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાં 3 કરોડ રૂપિયાનો ભારે નફો થયો છે. તેણે જણાવ્યું કે, ટામેટાને લઈને આશ્વસ્ત હતો કે ખર્ચ નીકળી જશે, પરંતુ આ વખત તો જોરદાર કમાણીએ બધા રેકોર્ડ તોડી દીધા છે. એપ્રિલમાં ટામેટાના છોડ રોપ્યા હતા અને પોતાની 22 એકર જમીન પર સારી ટેક્નિક દ્વારા તેણે આ છોડવાઓની દેખરેખ કરી અને 45 દિવસોની અવધિમાં ટામેટાની 40 હજાર કેરેટ વેચી છે. 

તેણે પોતાનું ઉત્પાદન કર્ણાટકના કોલાર બજારમાં વેચ્યું, જે તેના મૂળ સ્થાનની નજીક છે. બજારમાં 15 કિલોની કેરેટની કિંમત 1000 રૂપિયાથી 1500 રૂપિયા વચ્ચે હતી. જ્યારે તેણે છેલ્લા 45 દિવસોમાં 40 હજાર કેરેટ વેચી છે. ખેડૂત ચંદ્રમૌલીએ કહ્યું કે, અત્યાર સુધી જે મેં ઉત્પાદન હાંસલ કર્યું છે, તેમાં મેં લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ મળીને મને ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે પોતાની 22 એકર જમીનમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. તેમાં કમિશન અને પરિવહન ચાર્જ પણ સામેલ છે. એટલે નફો 3 કરોડ રૂપિયા રહેશે.

ખેડૂત ચંદ્રમૌલીએ કહ્યું કે, 22 એકર ખેતીની જમીનમાં દુર્લભ પ્રકારના ટામેટાના છોડ રોપ્યા હતા. તેની દેખરેખ કરી અને ઇરિગેશન જેવી ટેક્નિકથી છોડની દરેક જરૂરિયાત પૂરી કરી. અમે ઘણા વર્ષોથી ટામેટાં ઉગાડતા આવી રહ્યા છીએ અને આ વર્ષે અમારા અનુભવનો લાભ મળ્યો છે. ટામેટાંની આકાશ આંબતી કિંમતોના કારણે અમારી કમાણી પણ રેકોર્ડ બનાવ્યો છે. ટામેટાંની ખેતી જ નહીં, પરંતુ તેની માર્કેટિંગ, સ્ટોક કરવા અને બજાર સુધી પહોંચાડવા જરૂરી હોય છે. એવા બધા પહેલુઓનું ધ્યાન રાખવામાં આવ્યું. ખેડૂત ચંદ્રમૌલીએ આગળ કહ્યું કે, હવે ઉત્તર ભારત સુધી ટામેટાં જઈ રહ્યા છે અને તે ઑગસ્ટ સુધી મોંઘા રહેવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે, ટામેટાંની કિંમતોમાં વધારા બાદ સરકારી એજન્સી NCCF અને NAFEDએ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના માર્કેટોમાંથી ટામેટાંની ખરીદી કરી છે. તેમને એ મોટા ઉપભોક્તા સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે જ્યાં ટામેટાંની ખુદરા કિંમતો છેલ્લા એક મહિના સૌથી વધુ છે. સરકારના જણાવ્યા મુજબ, ટામેટાંની વધતી કિંમતોનું કારણ વરસાદથી ખરાબ થયેલો પાક છે. ટામેટાંની કિંમત તો કેટલીક જગ્યા પર 250 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.