- Agriculture
- ટામેટાના ભાવ રોકેટગતિએ ઉછળ્યા એમાં પૂણેનો એક ખેડૂત કરોડપતિ બની ગયો
ટામેટાના ભાવ રોકેટગતિએ ઉછળ્યા એમાં પૂણેનો એક ખેડૂત કરોડપતિ બની ગયો
તમે લોટરીમાંથી કરોડો જીતવાના ઘણા સમાચાર જોયા હશે કે વાંચ્યા હશે. આજે અમે પુણેના જુન્નરના એક ખેડૂતની સક્સેસ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જે ખેતરમાં પરસેવાથી ઉગાડેલા ટામેટાંની ખેતી કરીને કરોડપતિ બન્યા છે. જો કે ખેડૂતોના માલને પહેલા કરતા સારા ભાવ મળી રહ્યા છે. જ્યારે આ સમયે ટામેટાએ સમગ્ર બજારને જામ કરી દીધું છે.
પચઘર પુણે અને નગર જિલ્લાની સીમા પર એક નાનકડું ગામ છે. જુન્નારને ગ્રીન બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યના મોટાભાગના ડેમ આ તાલુકામાં છે. આનાથી ગામ બદલાયું છે અને આખું વર્ષ કાળી માટી અને પાણીના કારણે અહીં ડુંગળી અને ટામેટાની ખેતી થાય છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં ટામેટાં ઉગતા જોવા મળે છે. જેના કારણે ટામેટાની ખેતીને કારણે અનેક લોકોના નસીબ બદલાયા છે.
ટામેટાંના ભાવ વધારા બાદ જનતા પરેશાન છે. પરંતુ આ ટામેટાએ કેટલાક લોકોને કરોડપતિ બનાવી દીધા. ટામેટાંના ભાવમાં થયેલા વધારાને કારણે મહારાષ્ટ્રના એક ખેડૂતે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી. તે 12 એકર જમીનમાં ટામેટાં ઉગાડે છે. અને હવે તે બમ્પર કમાણી કરી રહ્યો છે.

આ સ્ટોરી પુણેના પચઘરના ખેડુતની છે. અહીં તુકારામ ભાગોજી ગાયકર અને ઇશ્વર તુકારામ ગાયકરની 18 એકર જમીન છે. જેમાં 12 એકરમાં ટામેટાની ખેતી થાય છે. તેમના ટામેટાંના ખેતરમાં 100થી વધારે લોકો કામ કરે છે. ટામેટાંના ખેતરમાં તુકારામની પુત્રવધુ સોનાલી ગાયકર પણ ટામેટાના ખેડાણ, લણણી અને પેકિંગ જેવા કામોનું સંચાલન કરે છે. અને તુકારમાનો પુત્ર ઈશ્વર વેચાણ અને પૈસાની લેવડદેવડનું ધ્યાન રાખે છે.

છેલ્લાં 3 મહિનાથી ટામેટાના સારા ભાવ મળી રહ્યા છે. તુકારામ ગાયકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, ટામેટાની ખેતી કરતા કરતા અમને 7 વર્ષ થઇ ગયા છે. પરંતુ આ વખતે સૌથી સારા ભાવ મળ્યા છે. પહેલાં અમારું માટીનું ઘર હતું, પરંતુ હવે અમે પાકું ઘર બનાવી શક્યા છે.

ઇશ્વર તુકારામે કહ્યું કે, આ વર્ષે પણ 12 એકર જમીનમાં ટામેટાની ખેતી કરવામાં આવી હતી. આ વખતે ટામેટાનો ભાવ કિલોએ 115 રૂપિયા મળ્યો છે. પહેલાં ટામેટાના એક ક્રેટના 600 રૂપિયા મળતા હતા, પરંતુ આ વખતે 1 ક્રેટના 2300 રૂપિયા ભાવ મળ્યો છે. બધા જ એવું રહી રહ્યા છે કે ટામેટાનો આટલો ઉંચો ભાવ અમે અમારી જિંદગીમાં ક્યારેય જોયો નથી. ઇશ્વરે આગળ કહ્યુ કે, અમને ટામેટાની ખેતીમાં એક બે વખત મોટું નુકશાન થયું હતું, પરંતુ એનાથી અમે અટક્યા નહી અને એનું જ ફળ આજે અમને મળી રહ્યું છે. ટામેટાએ અમને ફેમસ બનાવી દીધા છે.
તુકારામ ગાયકરે ગયા મહિનાથી 14 જુલાઇ સુધીમાં 13 હજાર ટામેટાના ક્રેટ વેચ્યા છે જેને લીધે તેઓ કરોડપતિ બની ગયા છે.

