રસ્તા પર શિમલા મિર્ચ ફેકવા મજબૂર થયા અહીંના ખેડૂત, જાણો શું છે મામલો

PC: krishijagran.com

પરંપરાગત પાકોની ખેતી કરનારા ખેડૂતોને હવે પહેલા જેવો નફો મળી રહ્યો નથી એટલે ખેડૂતોને રોકડિયા પાકની ખેતી કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તેના કારણે ખેડૂત શિમલા મિર્ચ જેવા પાકોની ખેતી મોટા પ્રમાણમાં કરવા લાગ્યા છે. પણ માનસા જિલ્લાના ભૌનીબાગા ગામમાં પણ ઘણા ખેડૂત શિમલા મિર્ચની ખેતી કરે છે. ગોરા સિંહ પણ એ જ ખેડૂતોમાંથી એક છે, પરંતુ એ પણ તેમને પસંદ ન આવી. ગોરા સિંહે શિમલા મિર્ચ પર યોગ્ય કિંમત ન મળવા પર પોતાનું આખું ઉત્પાદન રસ્તા પર ફેકી દીધું.

શિમલા મિર્ચની માગ અન્ય રાજ્યોમાં પણ છે, કોલકાતાથી પણ અહીંના ખેડૂતોને ઓર્ડર મળી રહ્યા છે. જો કે ત્યાં સુધી શિમલા મિર્ચનું ઉત્પાદન પહોંચાડવામાં 1 લાખ 10 હજાર રૂપિયા ભાડા તરીકે લાગી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, જો ઉત્પાદન પહોંચાડવામાં મોડું થઈ જાય છે તો શિમલા મિર્ચ ખરાબ પણ થઈ જાય છે. સરકાર આ ઉત્પાદનને કોલ્ડ સ્ટોરેજમાં રખાવીને અમને ભારે નુકસાનથી બચાવી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર તેમને વૈકલ્પિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

તેમણે આગળ કહ્યું કે, અમારા ગામમાં શિમલા મિર્ચ, વટાણા, તરબૂચ અને ખીરા લાગ્યા હતા, પરંતુ અમારી હાલત ખૂબ જ ખરાબ છે. અમારા બીજનું પણ પૂરું મૂલ્ય મળી રહ્યું નથી. સરકારે આ પાકોની માર્કેટિંગ કરવી જોઈએ. સાથે જ અમને પાક ઉગાડવા પર સબ્સિડી પણ ઉપલબ્ધ કરાવવી જોઈએ. એક રિપોર્ટ મુજબ ખેડૂતોને પ્રતિ કિલો એક રૂપિયો પણ નફો મળી રહ્યો નથી. ખેડૂત પોતાના પાકની યોગ્ય કિંમત ન મળવાના કરણે સખત નારાજ છે એટલે તેઓ પોતાની નારાજગી રસ્તા પર ફેકીને વ્યક્ત કરી રહ્યા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ખેતરોમાં શિમલા મિર્ચની ખેતી કરે. ખેડૂત માર્કેટોમાં મળી રહેલી કિંમતોથી નારાજ છે. જે ખેડૂતોએ મોટી માત્રામાં શિમલા મિર્ચ ઉગાવ્યાં છે, તેમની પૂંજી ડૂબી રહી છે. ભગવંત માને કહ્યું હતું કે, રાજ્યના ખેડૂત પોતાના ખેતરોમાં જાત જાતના પાક ઉગાવે. સીઝનની શરૂઆતમાં જ શિમલા મિર્ચની કિંમતો માઠી રીતે પડી ગઈ છે. ખેડૂત 15-17 રૂપિયા કિલો શિમલા બેગમાં પેક કરીને વેચે છે, તેમને પ્રતિ બેગ 17 રૂપિયાની કિંમત મળી રહી છે. શિમલા મિર્ચ 1 રૂપિયા પ્રતિ કિલોથી પણ સસ્તી થઈ ગઈ છે. ખેડૂત આ કારણે પાક રસ્તા પર ફેકી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp