Paytm પર RBIની કાર્યવાહી, 1 માર્ચથી બેન્કિંગ સેવાઓ નહિ આપે, જૂના ગ્રાહકોનું શું?

PC: haribhoomi.com

ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી જાયન્ટ કંપની Paytmને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં બુધવારે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Paytmની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક PPBLમાં જોડાઈ શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે આ આદેશ બહાર પાડ્યો છે.

Paytm પેમેન્ટ બેંકમાં નવા ગ્રાહકો ઉમેરવા પર નિયંત્રણો લાદવા ઉપરાંત, RBIએ એક આદેશ પણ બહાર પાડ્યો છે કે, Paytm પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ/ટોપ-અપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

બેંક ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે. એટલે કે, RBI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સેવિંગ્સ બેંક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને ફાસ્ટેગમાં પહેલાથી જમા કરાયેલી રકમ કોઈપણ પ્રતિબંધ વિના ઉપાડી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

Paytm પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી અંગે કહેવામાં આવ્યું છે કે, ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સ દ્વારા ચકાસવામાં આવેલ રિપોર્ટ પછી Paytmની બેંકિંગ સેવામાં બિન-અનુપાલન અને મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓ પ્રકાશિત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે, આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આદેશ હેઠળ, નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધની સાથે, વર્તમાન ગ્રાહકોના ખાતામાં 29 ફેબ્રુઆરી 2024થી વ્યવહારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકના આ નિર્ણયની અસર ગુરુવારે Paytm શેર પર જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કંપનીના શેરમાં 20 ટકા સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. તેની પાછળનું કારણ Paytm પેમેન્ટ બેંકની નાની પોસ્ટપેડ લોન ઘટાડવાની યોજના હોવાનું કહેવાય છે.

હકીકતમાં, કંપનીની વિશ્લેષક મીટમાં, નાના કદની પોસ્ટપેડ લોન ઘટાડવા અને મોટા કદની વ્યક્તિગત લોન અને મર્ચન્ટ લોન વધારવાની યોજના જાહેર કરવામાં આવી હતી. પરંતુ, બ્રોકરેજ હાઉસને કંપનીની આ યોજના પસંદ ન આવી અને તેઓએ કંપનીની આવકના અંદાજમાં ઘટાડો કર્યો. હવે Paytm પર RBIના આ આદેશની ખરાબ અસર કંપનીના શેર પર દેખાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp