- Business
- એક સમયે તેલિયા રાજા કહેવાતા રાજમોતી ઓઇલ મીલના માલિક સમીર શાહને આજીવન કેદ
એક સમયે તેલિયા રાજા કહેવાતા રાજમોતી ઓઇલ મીલના માલિક સમીર શાહને આજીવન કેદ

રાજકોટની સેશન્સ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. 2016માં અમદાવાદના રાજમોતી ઓઇલ મીલના બ્રાન્ચ મેનેજર દિનેશભાઇ દક્ષિણીના હત્યા કેસ કોર્ટે રાજમોતી મીલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ ASI યોગેશ ભટ્ટ અને ડ્રાઇવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારી છે. સમીર શાહ સૌરાષ્ટ્ર ઓઇલ મીલર્સ એસો. (સોમા)નો અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ રહી ચૂક્યો હતો.
આ કેસમાં 2022માં વળાંક આવ્યો હતો જ્યારે મુખ્ય આરોપી સમીર ગાંધીએ કોર્ટને તાજના સાક્ષી બનવાની રજૂઆત કરી હતી અને કોર્ટને આખું સત્ય બતાવ્યું હતું.
સમીર ગાંધી 2016માં અમદાવાદ આવ્યો હતો અને દિનેશને બળજબરીથી રાજકોટ લઇ ગયો હતો અને એક જગ્યાએ ગોંધી રાખીને દિનેશભાઇને માર માર્યો હતો. એ પછી રાજકોટના ASI યોગેશ ભટ્ટ પાસે દિનેશભાઇને લઇ જવાયા હતા. ભટ્ટે 5 લાખ રૂપિયા લીધા હતા અને દિનેશને માર માર્યો હતો એ પછી તેનું મોત થયું હતું.
Related Posts
Top News
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ
Opinion
