આ કંપનીના શેરે આપ્યું 400 ટકા ઉપરનું રિટર્ન

PC: Khabarchhe.com

એક જાણીતા ગ્રુપ દ્વારા મેટલ કંપની ટેક ઓવર વખતે રૂ. 3માં રાઈટ ઈશ્યૂ આપવામાં આવ્યો, જે ગણતરી ની મિનિટો માં ભરાઈ ગયો અને આ કંપનીના શેરનો ભાવ માત્ર 5 જ મહિનામાં રૂ. 20ને આંબી ગયો છે. લગભગ 400 ટકા ઉપર રિટર્ન આપનાર આ કંપની વિશે એક્સપર્ટ માને છે કે EVના વધતાં વ્યાપ અને સરકારના સતત EV તરફના વધતાં જુકાવથીએ સ્પષ્ટ છે કે આવનાર દિવસોમાં આ શેર રૂ. 1000 એ પહોંચી જાય તો નવાઈ નહીં.

અમે અહી વાત કરી રહ્યા છે Thunderbolt EV સ્કૂટર બનાવનાર કંપની Mercury Metals Limited ના શેર વિશે. શેર બજાર નાં રસિયાઓ કહે છે જે રીતે જોત જોતામાં ભાવ રૂ. 23ના લેવલે પહોંચી ગયો છે અને સાર્વત્રિક ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં જે રીતે બમ્પર તેજી છે એ જોતાં હાલ ના સમય માં આ શેર ચોક્કસ પણે આવનાર ક્વાર્ટર સુધી રોકાણકારોને મજા કરાવે એમ લાગે છે. કહેવાય છે કે આવનાર સમય માં આ એક પ્રોમિસિંગ EV manufacturer of India થઇને વિકાસ પામશે.
લિસ્ટીંગના લગભગ પાંચ જ મહિના માં 1 લાખના 12 લાખથી પણ વધુ બનાવનાર આ શેર પર હવે એક જબરદસ્ત મલ્ટિબેગર તરીકે ઉભરી આવ્યો છે.

મરક્યુરી મેટલ્સ લિમિટેડ (Mercury Metals Limited) કંપની વિશે: ઇલેક્ટ્રિક વ્હિકલ નાં જાયન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવતી વિશાળ ફેક્ટરીનો પાયો નંખાઈ ગયેલ છે. પોર નજીક 32 વીઘા મા રૂ.500 કરોડના નિવેશ સાથે મસમોટું EV કોમ્પલેક્ષ તૈયાર થઈ ગયું છે અને અત્યાધુનિક R & D સેન્ટર પણ સ્થપાઈ ચૂક્યું છે અને એડવાન્સ ઇલેક્ટ્રિક સ્કૂટર નું ઉત્પાદન પણ પૂર જોશમા ચાલુ થઇ ગયું છે. તેમજ કંપની 4 મહિનાની અંદર Electric 3 Wheeler L5-L3નું ઉત્પાદન પણ ટૂંક સમયમા ચાલુ થઇ જશે તેમજ કંપની Lithum-ion બેટરીનું ઉત્પાદન પણ ચાલુ કરી દીધું છે. કંપની દાવો કરી રહી છે કે ટૂંક સમય માં તેઓ 4 Wheelerના ઉત્પાદન માં પણ આવી જશે. હાલ Mercury Metals Ltd. કંપનીનું કામ પુરજોશમાંમાં ચાલી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં અંતિમ તબક્કામાં પ્રવેશી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp