- Tech and Auto
- ભારત સીરિઝ લેવાનું ચલણ વધ્યું, સુરતમાં 3 વર્ષમાં આટલા લોકોએ લીધી BH સીરિઝ
ભારત સીરિઝ લેવાનું ચલણ વધ્યું, સુરતમાં 3 વર્ષમાં આટલા લોકોએ લીધી BH સીરિઝ
હવે સુરતમાં કામ કરતા અને અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર મેળવનારા લોકોમાં તેમના નવા વાહનોની ખરીદી પર ટેક્સ રિફંડ અને અન્ય મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે ભારત સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા જાહેર કરવામાં આવેલી ભારત સીરિઝ લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાનગી અને સરકારી કર્મચારીઓ પોતાના વાહનોમાં હવે BH (ભારત સીરિઝ) નોંધાવી રહ્યા છે.
.jpg)
ભારત શ્રેણી હેઠળ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં શહેરમાં કુલ 85 નવા ફોર વ્હીલર નોંધાયા છે. જ્યારે છેલ્લા 3 વર્ષમાં સુરત આરટીઓ માંથી કુલ 289 લોકોને આ ભારત સીરિઝ ફાળવાઈ છે. નોંધનીય છે કે, ભારત શ્રેણી નંબર ખાનગી અથવા સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના ખાનગી વાહનો માટે જ BSમાં નોંધાયેલા છે. અલગ અલગ રાજ્યોમાં ઓફિસ ધરાવતા અને ટ્રાન્સફર મેળવનારા લોકો માટે ભારત સીરિઝ સૌથી વધી પ્રિય બની છે.

આ સીરિઝમાં અન્ય રાજ્યમાં પોલીસની હેરાનગતિ અથવા તો આરટીઓના નીતિ નિયમોથી અનેક પ્રકારની રાહત મળે છે. આરટીઓએ જણાવ્યું હતું કે, આ સીરિઝમાં કોઈપણ કંપની અથવા સંસ્થાની પરિવહન કેટેગરીના વાહન અથવા કોમર્શિયલ વાહન BSમાં નોંધણી કરી શકશે નહીં, આ ફક્ત ખાનગી માલિકીના વાહનો માટે જ લાગુ છે. આ સાથે BS શ્રેણીના વાહનને કોઈપણ રાજ્યમાં લઈ જઈ શકાય છે અને તે વન નેશન વન ટેક્સ હેઠળ હશે. આ માટે અન્ય રાજ્યમાં અલગ ટેસ્ટ ભરવાની જરૂર નથી. આ BH સીરિઝનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાય ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓના કર્મચારીઓ પણ ઉઠાવી શકે છે. ખાનગી સેક્ટરની કંપનીઓના ઓફિસ 4થી વધુ રાજ્યોમાં હોય તેઓ લાભ લઈ શકે છે.

