સુરત પીપલ્સ બેંકે 10,000 કરોડનો બિઝનેસ કર્યો

PC: Khabarchhe.com

ભારતીય બૈરિકગ ઇતિહાસમાં સૌ પ્રથમ સહકારી બેંક તરીકે શરૂ થનાર એકમાત્ર સહકારી બેંક સૂરત પીપલ્સ બેંક દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને ગુજરાતની ત્રીજા નંબરની તેમજ દેશની અગ્રણી સહકારી બેંક છે. બૅન્ક તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે. બેન્કની કુલ ૩૦ શાખાઓ છે જે પૈકી 1 શાખા મુંબઈમાં ગીરગાવમાં છે.

જુલાઈ ૨૦૨૨માં દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહે દેશની ૧૦૦ વર્ષ જુની સહકારી બેંક તરીકે બેંકનું સન્માન પણ કર્યું હતું. બેંકે 12.01.2023ના રોજ રૂ. 10,000 કરોડનો બિઝનેસ ક્રોસ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તે દિવસે બેંકની કુલ ડિપોઝિટ રૂ. 5,883 કરોડ, કુલ ધિરાણ રૂ. 4,127 કરોડ, CD રેશિયો 70.15 અને બેન્કનું ઇન્વેસ્ટમેન્ટ રૂ. 2,250 કરોડ છે જે સો એ સો ટકા સરકારી જામીનગીરીઓ અને બેંકની ડિપોઝીટોમાં છે. 2022-23ના નાણાકીય વર્ષના સાડા નવ મહિનામાં બેંકના બિઝનેસમાં રૂ. 879 કરોડનો, ડિપોઝિટમાં રૂ. 505 કરોડનો અને ધિરાણમાં રૂ. 375 કરોડના ઐતિહાસિક વધારાની સિધ્ધિ પણ પ્રાપ્ત કરી છે.

ચાલુ વર્ષે બેન્કે રૂ. 110 કરોડના ગ્રોસ નફાના અનુમાન પર એડવાન્સ ટેક્સ ભર્યો છે. બેન્કને ચાલુ વર્ષે બે નવી શાખાઓ, મોટા વરાછા અને વેડન્ડભોલી ની મંજૂરી મળતા તે પણ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહી છે. બેંકે ફોરેન એક્સચેન્જના A કેટેગરી માટે અને કરન્સી ચેસ્ટ માટે પણ RBIની મંજૂરી માંગી છે. ગ્રાહકોની જરૂરિયાત અને ભવિષ્યના વિકાસને ધ્યાન માં રાખી બેન્ક આશરે રૂ. 30 કરોડના ખર્ચે બેન્ક સોફ્ટવેર બદલવા જઈ રહી છે. શહેરની વિવિધ શૈક્ષણિક, આરોગ્ય અને સામાજિક સંસ્થાઓને કુલ રૂ. 30 કરોડનું દાન પણ આપ્યું છે.

બેન્કનો ભવિષ્યનો લક્ષ્યાંક રૂ. 15,૦૦૦ કરોડના બિઝનેસનો છે અને સમગ્ર ગુજરાતમાં તેની શાખાઓ શરૂ કરવા જઈ રહી છે. સાથે જ આ તબક્કે બેંકના સ્થાપક રાવ સાહેબ વૃંદાવનદાસ જાદવને યાદ કરી નમન કરું છું, તેમણે વાવેલું બીજ આજે વટ વૃક્ષ બનીને વિકાસ કરી રહ્યું છે. આ તબક્કે હું બેંકના તમામ માજી પ્રમુખો, માજી ડિરેક્ટરો, માજી જનરલ મેનેજરો અને માજી સ્ટાફ, વર્તમાન ઉપપ્રમુખ અને ડિરેક્ટરો, વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર અને કર્મચારી ગણ, તમામ ગ્રાહકો સભાસદો, સ્ટેકહોલ્ડરો તેમજ પ્રેસ મીડિયાના સાથ સહકાર બદલ આભાર માનું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp