આરઈઆઈ એક્સપોની 16મી આવૃત્તિ ઈન્ડિયા એક્સપો સેન્ટર ખાતે યોજાશે

PC: Khabarchhe.com

રાષ્ટ્રની અવ્વલ પ્રદર્શન આયોજક ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા નવીનીકરણક્ષમ ઊર્જા અવકાશમાં એશિયાનું સૌથી વિશાળ પ્રદર્શન મોન્યુમેન્ટલ રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા (આરઈઆઈ) શોની 16મી આવૃત્તિનું આયોજન કરવા માટે સુસજ્જ છે, જે ઈન્ડિયા એક્સપો માર્ટ, ગ્રેટર નોઈડા, દિલ્હી- એનસીઆર ખાતે 4થી 6 ઓક્ટોબર, 2023 સુધી યોજાશે. આ સાથે બહુપ્રતિક્ષિત ધ બેટરી ઈન્ડિયાનું આયોજન કરાશે.

શો ફક્ત એક મહિનામાં શરૂ થવાનો છે ત્યારે ઈન્ફોર્મા માર્કેટસ ઈન ઈન્ડિયા દ્વારા સુરતમાં ખાસ પ્રી-ઈવેન્ટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રીવ્યુ મુખ્ય હિસ્સાધારકો, સરકારી પ્રતિનિધિઓ અને મિડિયા કર્મીઓ માટે ભારતના નવીનીકરણક્ષમ ઊર્જા ઉદ્યોગની અસીમિત સંભાવનાઓમાં ઊંડાણથી ડોકિયું કરાવવા માટે ગતિશીલ મંચ તરીકે કામ કરશે. ગુજરાત હરિત અને સક્ષમ ઊર્જા પર એશિયાના અવ્વલ પ્રદર્શન ખાતે જોશીલા સહભાગી તરીકે ઊભરી રહ્યું છે તે પણ આ સમયે આલેખિત થયું હતું.

આ ઈવેન્ટની ઉચ્ચ સ્તરીય પેનલમાં નામાંકિત હસ્તીઓમાં વારી ગ્રુપના નેશનલ સેલ્સ હેડ (મોડ્યુલ્સ) સંદેશ શેટ્ટી, ગોલ્ડી સ્ટારના સહ- સંસ્થાપક અને ડાયરેક્ટર ભરત ભુત, પહલ સોલારના ડાયરેક્ટર પરેશ શિંગલા, ગુજરાત સરકારના હવામાન બદલાવ વિભાગના ટેક્નિકલ એડવાઈઝર શ્વેતલ શાહ, રેઝોન સોલારના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર ચિરાગ નકરાણી, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ રમેશ વાઘશિયા, ફ્રોસ્ટ એન્ડ સુલિવાન ઈન્ડિયાના એનર્જી અને એન્વાયર્નમેન્ટના ડાયરેક્ટર રુદ્રનિલ રોય શર્માનો સમાવેશ થતો હતો. ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયાના સિનિયર ગ્રુપ ડાયરેક્ટર રજનીશ ખત્તર દ્વારા સૂત્રસંચાલનમાં સ્વર્ણિમ પેનલ દ્વારા ભારતના નવીનીકરણક્ષમ ઊર્જાના ભવિષ્યને આકાર આપતા મહત્ત્વપૂર્ણ વિષયોમાં ડોકિયું કરાવવામાં આવ્યું હતું. રોકાણ વાતાવરણ, મૂડીને પહોંચ, એગ્રો પીવીમાં ઊભરતી સંભાવનાઓ, ઊર્જા સંગ્રહ અને ગ્રીન હાઈડ્રોજન સાથે ગતિશીલ ઉદ્યોગની ક્ષિતિજમાં સક્ષમ વૃદ્ધિ માટે વ્યૂહરચનાઓ પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

31,000થી વધુ મુલાકાતીઓનું ધ્યાન ખેંચનાર આરઈઆઈ 2022 દ્વારા સ્થાપિત સિદ્ધિની ગતિને ચાલુ રાખતાં આ વર્ષનું પ્રદર્શન વધુ લોકોને આકર્ષવાની ધારણા છે, જેમાં 40,000 મુલાકાતીઓનો આંક પાર કરે એવી અપેક્ષા છે. મુલાકાતીઓની સંખ્યામાં આ ઉછાળો ખાસ કરીને ભારતમાં નવીનીકરણક્ષમ ઊર્જાના ક્ષેત્રમાં આરઈઆઈની વધતી પહોંચ અને મહત્ત્વ વિશે બોલે છે. દેશ ઘણાં બધાં સીમાચિહનોમાં વૈશ્વિક મંચ પર સફળ થઈ રહ્યો છે, જે આ ઈવેન્ટની સફળતા અને સુસંગતતા પરથી દેખાય છે.

આ અવસરે બોલતાં ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, “હરિત ઊર્જાએ આપણા રાષ્ટ્રના વ્યૂહાત્મક નવીનીકરણક્ષમના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આરઈઆઈ એક્સપો અને ધ બેટરી શોના કો-લોકેશન નવીનીકરણક્ષમ ક્ષિતિજમાં ભારતની મોટી છલાંગ દર્શાવે છે. આ ગતિશીલ એકત્રિત મંચ હિસ્સાધારકોને પથદર્શક નવીનતા બતાવવા, વૈશ્વિક વાર્તાલાપ આગળ વધારવા, મલ્ટીપોલારિટી અને સહકારી સાહસો ખેડવા માટે સશક્ત બનાવે છે, જે સક્ષમ ઊર્જાની ક્ષિતિજમાં અમારી એકત્રિત આકાંક્ષાઓને મજબૂત બનાવે છે.

આ ક્ષિતિજમાં ગુજરાત કેન્દ્રમાં છે, જે સ્વચ્છ ઊર્જાના વિસ્તરણમાં પ્રેરણાત્મક પંથે આગળ વધી રહ્યું છે. હાલની 13,152 મેગાવેટ ક્ષમતા પરથી 2025 સુધી 38,000 મેગાવેટ અને 2030 સુધી 61,000 મેગાવેટના ઉછાળા સાથે ગુજરાતની સમર્પિતતા દીર્ઘદ્રષ્ટા પ્રોજેક્ટો થકી ચમકે છે, જેમાં કચ્છ હાઈબ્રિડ પાર્કનો સમાવેશ થાય છે, જે સાથે ભારતીય સ્વચ્છ ઊર્જા ક્રાંતિમાં અવ્વલ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે,” એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતને 2025 સુધી ભારતની નવીનીકરણક્ષમ ઊર્જાની રાજધાની બનાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધ્યેય ડિસેમ્બર 2022 સુધી 6835 મેગાવેટ પવન ઊર્જા અને 6325 મેહાવેટ સૌર ઊર્જા ગોઠવવામાં આવી તેની પરથી સ્પષ્ટ થાય છે. જીયુવીએનએલ 13,160 મેગાવેટની આકર્ષક નવીનીકરણક્ષમ ઊર્જા ક્ષમતા સાથે ગુજરાતનું વર્ચસ અધોરેખિત કરે છે.

પ્રેસ કોન્ફરન્સ પૂરી થતાં જ સૌનું ધ્યાન ભારતની નવીનીકરણક્ષમ ઊર્જાની ક્ષિતિજને નવો આકાર આપવા સુસજ્જ મહત્ત્વપૂર્ણ 16મા રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા 2023 એક્સપો (આરઈઆઈ) તરફ ખસેડાયું છે. ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આરઈઆઈ એક્સપો 2023 અત્યાધુનિક ટેકનોલોજીઓ, ઈલેક્ટ્રિક મોબિલિટી, ગ્રીન હાઈડ્રોજન અને જયપુર- દિલ્હી આગ્રા ઈ-હાઈવે સાથે સોલાર ઈન્ટીગ્રેશન તરફ ધ્યાન ખેંચે છે. બાયોગેસ, બાયો મિથેન અને બાયો ફર્ટિલાઈઝર ઉદ્યોગમાં પ્રગતિ પણ કેન્દ્રમાં રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp