અમદાવાદના આ વિસ્તારની બિલ્ડીંગમાં ફાયર NoC નહોતી એટલે પાણી જોડાણ કાપી નાખ્યા

અમદાવાદમાં સરદાર પટેલ નગરના પાણીના જોડાણ એએમસી દ્વારા કાપવામાં આવતા ત્યાંના રહીશો માટે મુશ્કેલી સર્જાઈ છે. ફાયર એનઓસી ના અભાવે આ જોડાણ કાપવા પડ્યા છે, પરંતુ રહીશોની લાચારી પણ એ છે કે, અગાઉ તેમણે સરકારી આવાસના આ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમને અગાઉ નોટીસ પણ પાઠવવામાં આવી હતી અગાઉ ગુજરાત હાઉસીંગ બોર્ડ સમક્ષ રજૂઆત કરી છતાં પણ પરીણામ ના આવતા તેઓ મજબુર બન્યા છે, જેના કારણે રહીશોને પણ આ જોડાણ કપાતા ભારયુક્ત પાણી પીવા અને વાપરવા માટે ઉપયોગ લેવું પડી રહ્યું છે.

શહેરના નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 28 ટાવરમાં બનેલા સરદારપટેલ નગરનું પાણીનું કનેક્શન કપાતા મુશ્કેલી વધી છે. એપ્રિલ-2017માં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા હતા.

એપ્રિલ-2017માં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા અને લાભાર્થીઓને મકાનો ફાળવ્યા. સરદાર પટેલ નગર તરીકે ઓળખાતી આ આવાસ યોજનાના રહીશોના જણાવ્યા અનુસાર 14 માળના 28 ટાવરમાં 1568 ફ્લેટ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે લાભાર્થીઓને મકાનો ફાળવ્યા તે સમયે જ હલકી ગુણવત્તાવાળી પાઈપો લગાવવામાં આવી હોવાથી પાઈપમાં લીકેજની સમસ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ પાઇપ બદલવામાં આવી નથી.

ફાયર એનઓસીના અભાવે આ મુશ્કેલી સર્જાઈ છે. જે માટે કેટલાક દિવસથી રહીશો સરકારી તંત્રની કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.