જંત્રી વધારવાના મુદ્દે CMને મળ્યા બિલ્ડરો, બેઠક બાદ જાણો શું કહ્યું બિલ્ડરોએ
જંત્રીમાં સરકાર દ્વારા 100 ટકા વધારો કરાતા આ મામલે બિલ્ડરોમાં નારાજગી જોવા મળી રહી છે. અચાનક જંત્રીના રેટમાં વધારો છે તે 3 મહિના પછી લાગુ કરવા માંગ કરવામાં આવી છે. ક્રેડાઈના સભ્યોએ CM સાથે આ મામલે રજૂઆત કરી હતી. આ બેઠક આજે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે, રજૂઆત બાદ હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો પરંતુ CM સકારાત્મક હોવાનો તેમણે દાવો કર્યો છે.
જંત્રીની ઝંઝટ વચ્ચે બિલ્ડરો ગાંધીનગર પહોંચ્યા છે. CMને જંત્રીના ભાવ વધારાને લઈને રજૂઆત કરશે. એક મેથી ભાવ વધારો કવા રજૂઆત કરવામાં આવી હતી. સચિવાલય ખાતે બિલ્ડર એસોસિએશન દ્વારા CMની સાથે આજે મુલાકાત કરવામાં આવી હતી. જંત્રીનો ભાવ રાજ્ય સરકાર દ્વારા અચાનક વધારીને જે હતો તેના કરતા ડબલ કરાયો છે. 12 વર્ષ બાદ આ ભાવમાં વધારો કરાયો છે. જંત્રીના ભાવ વધતા જમીન અને મકાન ખરીદવા મોંઘા બની રહ્યા છે. એફોર્ડેબલ મકાનોની ખરીદી પણ મોંઘી પડશે.
ત્યારે આ મામલે મીડિયા સાથે વાતચીતમાં બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે, 1 મેના જંત્રીના ભાવ લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સરકારે નિર્ણય જાહેર નથી કર્યો. CM સકારાત્મક હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી અને અધિકારીઓએ નવી જાહેર કરે તેવી શક્યતા છે. તેમણે જંત્રીના ભાવ 33-33 ટકા વધારવાની માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp