સુરતની ડાયમંડ કંપનીએ 3 ઇડિયટ ફેમ સોનમ વાંગચુકને સંતોકબા માનવ રત્ન એવોર્ડ આપ્યો

SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK)ના SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ભારતીય એન્જીનિયર, સંશોધક, સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ સુધારક તથા સ્ટુડન્ટ્સ એજ્યૂકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ (SECMOL) ઓફ લદાખના સ્થાપક-નિર્દેશક સોનમ વાંગચુકને પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

આ ઍવોર્ડ સેરેમોની લદાખ ખાતે હોટેલ ઝેન લદાખમાં યોજવામાં આવી હતી જ્યાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ SRKના એંટ્રપ્રિનિયોર રાહુલભાઈ ધોળકિયાની સાથે સાથે ચીફ ગેસ્ટ તરીકે પધારેલ લદાખની ફર્સ્ટ લેડી નીલમ મિશ્રા (લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પત્ની) ના હસ્તે વાંગચુકને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઍવોર્ડ સેરેમોનીમાં ગેસ્ટ ઓફ ઓનર હર એક્સિલન્સી રાની સરલા ચેવાંગ; સોનમ વાંગચુકના ધર્મપત્ની તથા હિમાલયન ઇન્સ્ટીટ્યુટ ઓફ અલ્ટરનેટિવ્સ (HIAL)ના કો-ફાઉન્ડર એન્ડ ડાઇરેક્ટર ગીતાંજલી જે અનગમો; અને એડવોકેટ થિનલેસ એંગમો (સોનમજીની મોટી બહેન) જેવા વિવિધ મહાનુભાવોએ હાજરી આપી હતી. ઉપરાંત સોનમ વાંગચુકના વિધ્યાર્થીઓ અને ભુતપૂર્વ વિધ્યાર્થીઓ ઉપરાંત તેમના ફેમિલી મેમ્બર્સ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન સોનમ વાંગચુકે જણાવ્યુ હતું કે, “આ માનવતાવાદી એવોર્ડ માતાના નામે શરૂ થયો છે એ જાણીને આનંદ સહ ગૌરવની લાગણીની અનુભૂતિ થાય છે. આ ઍવોર્ડ સેરેમની માતાઓને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ છે અને તેથી જ હું મારા જીવનની સૌથી અગત્યની મહિલાઓ મારી મોટી બહેન અને મારી પત્ની ગીતાંજલી જેને કારણે મે અહિયાં સુધીની સફળતા પ્રાપ્ત કરી છે તેમને સાથે લઈને આવ્યો છું. મને આ એવોર્ડની જે રકમ મળી છે તેને અમે લદાખની વિધ્યાર્થીનીઓ અને ત્યાંના લોકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જીવન જીવવાની વિવિધ તકો સુનિશ્ચિત કરવા માટે એક પાયાનું કામ કરશે.”

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.