- Business
- મકાનોના ભાવમાં વધારો કેમ થઈ રહ્યો છે, આ પરીબળો જવાબદાર છે
મકાનોના ભાવમાં વધારો કેમ થઈ રહ્યો છે, આ પરીબળો જવાબદાર છે
કોરોનામાં મકાનોના ભાવમાં કોઈ ફર્ક નથી પડ્યો ઉપરથી ભાવ વધ્યા છે આ ઈન્ડસ્ટ્રીમાં હજુ પણ ભાવ વઘી રહ્યા છે જેના કારણે લોકોને મકાન લેવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. આગામી સમયમાં પણ આ ઈન્ડસ્ટ્રીના ભાવ વધતા લોકો માટે મકાન લેવું મુશ્કેલ બની રહ્યું છે. જેના કારણોમાં સૌથી મોટું કારણ એ છે કે, મટીરીયલ અને વધતા જમીનના ભાવો આ બધી વસુલી ખરીદનાર પાસેથી કરવામાં આવે છે અને મોટો તગડો બેનિફીટ લેવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને કોરોના બાદ બે વારા મટીરીયલના ભાવ જેમ કે, સિમેન્ટ, એલ્યુમિનિયમ, લોખંડ, કોપર સહીત મજૂરીનો ભાવ પણ વધી ગયો છે આ ઉપરાંત ખાસ કરીને લોકો સારા એરીયમાં ઘર લેવામાં આવે તેવું લોકો વિચારતા હોય છે જેના કારણે આજ કાલ પીએલસી સહીતના ભાવો પણ બિલ્ડરો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. જેથી ભાવો વધી રહ્યા છે.
મટીરીયલના ભાવોમાં 30 ટકા જેટલો વધારો થયો છે. જેથી આ ભાવો પણ મકાનો લેનાર પાસેથી વસૂલવામાં આવ્યો છે આ ઉપરાંત લોકો માટે લોન ભરવી પણ મુશ્કેલ સાબિત થઈ રહી છે. જેથી લોકો માટે મકાનો લેવા મોંઘા બની ગયા છે ઉપરથી શહેરની મોંઘવારીના કારણે લોકો તેમાં પૈસા ખર્ચી રહ્યા છે સ્કૂલની ફિથી લઈને ઘર વખરી ચલાવવું મુશ્કેલ સાબિત થઈ ગયું છે જેથી ભાવમાં પણ વધારો થતા લોકો માટે ઘર લેવું એક સપના જેવું અમદાવાદ સહીતના શહેરોમાં બની ગયું છે.

