આ વિદેશી વેજિટેબલને ભારતમાં સુપરહિટ, આ છે તે ખાવાના ફાયદા

દેશના ખેડૂતોમાં  વિદેશી શાકભાજી અને ફળોની ખેતી કરવાનું ચલણ ખાસ્સું ઝડપથી વધી રહ્યું છે. આ ખેતીમાં નફોની સંભાવના પણ વધારે હોવાને કારણે સરકાર પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. જેના અનુસંધાનમાં ફલાવર જેવું દેખાતું શાક બ્રોકલીની ખેતી કરીને ખેડૂતો તગડો નફો કરી રહ્યા છે. બજારમાં ફલાવર કિલોએ 20 રૂપિયાનું મળે છે તો બ્રોકલી તમને 50 રૂપિયે કિલો મળશે.

આપણા દેશમાં જે રીતે ફલાવરનુ શાક જેને ફૂલકોબી પણ કહેવામાં આવે છે તેની જેમ જ બ્રોકલીની પણ ખેતી કરવામાં આવે છે. જમીન અને આબોહવા પણ ફૂલવારની જેમ જ જરૂરી છે. , બ્રોકલીની પ્રારંભિક જાતો રોપ્યા પછી 60 થી 65 દિવસમાં તૈયાર થઈ જાય છે.  તેની અવધિની જાતો રોપ્યા પછી 75-90 દિવસમાં તૈયાર થાય છે. આ સિવાય બ્રોકલીની  પછેતી જાતો રોપ્યા પછી 100-120 દિવસમાં તૈયાર થઈ જાય છે. નિષ્ણાતોના કહેવા મુજબ, જો ખેડૂતો બ્રોકલીની પ્રોપર વેમાં ખેતી કરે તો બે-ત્રણ મહિનામાં જ 4થી 5 લાખ રૂપિયા આરામથી કમાઇ શકે છે.

બ્રોકલીની સૌથી વધારે ખેતી ચીન, અમેરિકા અને સ્પેનમાં થાય છે, જો કે, ભારતમાં ખેડૂતો બ્રોકલીની ડી સિક્કો, સેલેબ્રસ, ગ્રીન બડ અને હાઇબ્રિડ જાતોમાં ગ્રીન મેજિક, જીપ્સી, આર્કેડિયા, બાલ્થમ 29, ગ્રીન સ્પ્રાઉટિંગ મીડિયા,ડેસ્ટિની, મેરેથોન અને એમરાલ્ડ, પુસા બ્રોકોલી-1, કેટીએસ-1, પાલમ વિચિત્ર, પાલમ સમૃદ્ધિ, લેટ ક્રોના, ગ્રીન સર્ફ જેવી જાતો તેમના ખેતરમાં ઉગાડી રહ્યા છે.

બ્રોકલીમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને કેલ્શિયમ મોટી માત્રામાં જોવા મળે છે, જે શરીરના હાડકાંને મજબુત કરે છે. તબીબો પણ બ્રોકલી ખાવાની સલાહ આપતા હોય છે.

બ્રોકલીના જે છોડ હોય છે તે 20થી 25 ડિગ્રીના તાપમાનમાં સારી રીતે ઉછરે છે. તે રોપાઓ અને બીજ બંને સ્વરૂપે ઉગાડવામાં આવે છે. આ માટે નર્સરીમાં બીજ તૈયાર કરવામાં આવે છે. જો તમે ઇચ્છો તો, તમે રજિસ્ટર્ડ નર્સરીમાંથી તૈયાર છોડ પણ ખરીદી શકો છો. જેને લીધે તમારો સમય પણ બચશે અને પાક પણ જલ્દીથી મળશે. આ છોડ તંદુરસ્ત અને 1 મહિના જુનો હોવો જોઇએ. આ છોડની રોપણી સપાટ અને માટી નાંખીને પણ કરી શકાય છે.

કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે, એક હેક્ટરમાં 80 થી 100 ક્વિન્ટલ બ્રોકલીનું ઉત્પાદન થઈ શકે છે. બજારમાં તે રૂ.50 પ્રતિ કિલો સુધી વેચાય છે. આવી સ્થિતિમાં જો ખેડૂત આ પાકની યોગ્ય ખેતી કરે તો તે બે-ત્રણ મહિનામાં સરળતાથી 4-5 લાખનો નફો કમાઈ શકે છે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.