રોડ કિનારે શાકભાજી વેચવા ખેડૂત Audi A4માં પહોંચ્યો,વીડિયો વાયરલ
એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ 'ઓડી કારવાળો ખેડૂત' તરીકે લોકપ્રિય બન્યો છે. હકીકતમાં, કેરળનો રહેવાસી સુજીત પોતાની લક્ઝરી કાર Audi A4માં રોડ કિનારે શાકભાજી વેચવા પહોંચે છે. જ્યારે લોકોએ તેનો વીડિયો જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે ભાઈ..., દેશના મોટાભાગના ખેડૂતોની હાલત આટલી સારી નથી. આ વાયરલ રીલમાં, ખેડૂત લાલ પાલકનો તાજો પાક એકત્રિત કરતો અને પછી સ્ટોક વેચવા માટે તેની લક્ઝરી કાર ઓડીમાં બજારમાં જતા જોઈ શકાય છે. બજારમાં પહોંચતા જ તે પોતાના બુટ અને સફેદ લુંગી ઉતારે છે. આ પછી, જમીન પર એક સાદડી પાથરવામાં આવે છે અને તેના પર તાજી કાપેલી લાલ પાલક લગાવવામાં આવે છે, જેથી ગ્રાહકો તેને જોઈને તેમની દુકાન પર આવી શકે.
આ વિડિયો 25 સપ્ટેમ્બરે ઈન્સ્ટાગ્રામ પેજ @variety_farmer પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, જ્યારે શાકભાજી વેચવા ઓડી કારથી પહોંચ્યો. આ ક્લિપને ચાર દિવસમાં 4 લાખ 38 હજાર લોકોએ જોયો છે અને અંદાજે 80 લાખ લોકોએ શેર કર્યો છે. તેમજ બે હજારથી વધુ યુઝર્સે પ્રતિસાદ આપ્યો છે. જ્યારે ઘણા યુઝર્સે કહ્યું કે, ભારતના સૌથી ધનાઢ્ય ખેડૂત, અન્ય લોકોએ કહ્યું કે, કાશ! તમામ ભારતીય ખેડૂતો આવી સફળતા પ્રાપ્ત કરે. જ્યારે અન્ય યુઝર્સે કહ્યું કે, તમારે આવો બિઝનેસ કરવો જોઈએ. સારું, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં અમને જણાવો.
સુજીતના ઈન્સ્ટાગ્રામ બાયો અનુસાર, તેણે લગભગ 10 વર્ષ પહેલા ખેતી કરવાનું શરૂ કર્યું હતું. તે ઈન્સ્ટા પર ખેતી સંબંધિત વીડિયો પોસ્ટ કરે છે. આ પ્લેટફોર્મ પર બે લાખથી વધુ યુઝર્સ તેને ફોલો કરે છે. એકંદરે, તે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. કારણ કે તેની પાસે એક યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં તેના 5 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. અહીં તમને જણાવી દઈએ કે, સુજીતની સેકન્ડ હેન્ડ ઑડીમાં 2.0-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 204 HP અને 320 Nm ટોર્ક આપે છે. ઉપરાંત, તે 7.1 સેકન્ડમાં 0-100 Km પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.
વીડિયોમાં દેખાતા કેરળનો યુવાન ખેડૂત સુજીત છેલ્લા 10 વર્ષથી ખેતી કરે છે. તેમને રાજ્ય સરકાર તરફથી ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. સુજિતે શરૂઆતમાં અલગ-અલગ પાક ઉગાડવાનો પ્રયાસ કર્યો. આ રીતે તે ધીરે ધીરે આગળ વધ્યો. સુજીત ઉતારેલા પાકને ખેતરમાંથી સીધો બજારમાં લઈ જાય છે અને વેચે છે. આ રીતે તેણે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે આવતા વચેટિયાઓને દૂર કર્યા છે. આમાંથી તે સીધો નફો કમાઈ શકે છે. સુજીતે હાલમાં જ ઓડી કાર ખરીદી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp