ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, FII ભારતમાં કેમ શેરો વેચી રહી છે

અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કર્યા તેના બીજા જ દિવસે ભારતીય શેરબજારોમા મોટો કડાકો બોલી ગયો. 21 જાન્યુઆરીને મંગળવારેના દિવસે બીએસઇ સેન્સેક્સમાં 1235 પોઇન્ટનું મોટું ગાબડું પડી ગયું હતું જ્યારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો નિફ્ટી પણ 320 પોઇન્ટ તુટી ગયા.
ભારતીય શેરબજારમાં વેચવાલીનું એટલું ભારે રમખાણ જોવા મળ્યું કે, એક જ દિવસમાં રોકાણકારોના 7.50 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા. જાણકારોનું કહેવું છે કે, ટ્રમ્પે ટેરીફ વધારવાની ચેતવમણી આપી છે, જેને કારણે ભારતથી નિકાસ થતી વસ્તુઓ પણ મોંઘી થઇ શકે છે. આને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકાર ( FII) મોટા પાયે ભારતના શેરબજારોમાં શેરો વેચી રહી છે. જાન્યુઆરી મહિનામા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 55,000 કરોડ રૂપિયાના શેરો વેચ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp